ETV Bharat / state

સ્મશાનની વ્યવસ્થાની જવાબદારી મનપાની પણ ભાવનગરની સ્થિતિ સારી : CM

ભાવનગર આવેલા મુખ્યપ્રધાને તંત્ર સાથે બેઠક કરી અને કોરોનાની બેઠક બાદ મીડિયાને સંબોધીને જણાવ્યું હતું કે સુરત અમદાવાદની સ્થિતિ સારી સાથે ભાવનગરની પણ ખૂબ સારી છે તો બીજી બાજુ સ્મશાનમાં મૃતદેહની લાઈનો બાબતે સીએમએ દરેક મહાનગરની મનપાની જવાબદારી હોવાનું જણાવ્યું હતું મતલબ સાફ છે કે ભાવનગરમાં મૃતદેહને આવેલા દ્રશ્યો મામલે મનપા જવાબદાર છે. જેથી બધી રીતે એ ભાવેણાવાસીઓએ શાનમાં સમજવું પડશે.

સ્મશાનની વ્યવસ્થાની જવાબદારી મનપાની પણ ભાવનગરની સ્થિતિ સારી : CM
સ્મશાનની વ્યવસ્થાની જવાબદારી મનપાની પણ ભાવનગરની સ્થિતિ સારી : CM
author img

By

Published : Aug 9, 2020, 12:47 AM IST

ભાવનગર: શહેરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે શનિવારે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ભાવનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્ય પ્રધાન સહિત સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે તેમજ સાંસદ ભારતીબેન શિયાળ સહિત દરેક અધિકારી હાજર રહ્યા હતાં.

ભાવનગરની સ્થિતિ સારી : CM
મુખ્યપ્રધાને ગુજરાતની પરિસ્થિતિ WHOએ જણાવ્યાં કરતા સારી હોવાનું જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સુરત અમદાવાદની સ્થિતિ હાલમાં સારી છે, ત્યારે ભાવનગરની પરિસ્થિતિ પણ ખૂબ સારી રહી છે. આગામી દિવસોમાં ભાવનગરને પણ કોરોના મુક્ત કરવા માટે કામગીરી કરવામાં આવશે.
મુખ્ય પ્રધાનનું ભાવનગરમાં આગમન
મુખ્ય પ્રધાનનું ભાવનગરમાં આગમન
ભાવનગરમાં થતા કોવિડ-19 ના મૃત્યુ પગલે મુખ્યપ્રધાનની વાત ક્યાંક ગળા નીચે ઉત્તરે તેમ નહોતી. કારણ કે ભાવનગરમાં કોરોના મૃત્યુ બાદ સ્મશાનમાં લોકોને થોભો અને રાહ જુઓ નીતિ અપનાવી પડે છે. આવી પરિસ્થિમાં સમજી શકાય કે સ્મશાનની વ્યવસ્થા મનપાએ કરવાની રહેતી હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું હતું તેનો મતલબ સાફ છે કે મૃત્યુ વધી રહ્યા છે અને થશે જો એવું હોય તો લોકોને નામ અને વિસ્તાર જાહેર કરવામાં તંત્ર કેમ ચૂપ છે તેના પર કોઈ શબ્દ કહેવામાં આવ્યો નહતો.
સમીક્ષા બેઠક યોજતા મુખ્ય પ્રધાન
સમીક્ષા બેઠક યોજતા મુખ્ય પ્રધાન
મુખ્યપ્રધાને તો ગુજરાતના ગુણગાન ગાતા કહ્યું કે WHO એ પણ અન્ય રાજ્ય અને દેશોને ગુજરાતની જેમ આગળ વધવા સલાહ આપી છે, ત્યારે ભાવનગરની સ્થિતિ ખૂબ સારી છે અને આગામી દિવસોમાં વધુ સારી રહેશે.
સમીક્ષા બેઠક યોજતા મુખ્ય પ્રધાન
સમીક્ષા બેઠક યોજતા મુખ્ય પ્રધાન
ભાવનગરમાં આવેલા મુખ્યપ્રધાને આખરે કઈ બાબત પર અધિકારીઓ સાથે ચર્ચા કરી અને શું સ્થિતિ સુધરશે આ પ્રશ્ન હંમેશા ઉભો રહેશે. કારણ કે જે રીતે સ્મશાનમાં આવતા મૃતદેહો આ જ સરકારના સરકારી તંત્રની પોલ ખોલી રહ્યા છે તો આંકડામાં ગોલમાલ હોય તો ? શું પરિસ્થિતિ કાબુમાં આવશે. જો કે મહામારીમાં સરકાર કઈ દિશામાં ચાલે છે તેના પર લોકોને ભરોસો ઓછો થયો છે. કારણ કે લોકોમાં ચર્ચા છે કે નામ અને વિસ્તાર જાહેર કરવાથી જે લોકો સાવધાન થતા હતા તે લોકો હવે ડર નીચે આવી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.