ETV Bharat / state

GSTની ચોરી કૌભાંડમાં પોતે GST અને CGST અધિકારીના નામ ખુલ્યા - Bhavnagar Gst Scam

ભાવનગર LCBએ પકડેલા બે લોખંડના ટ્રકોથી GST કૌભાંડ (bhavnagar gst kobhand ) ઝડપી પાડ્યુ છે. જેમાં રાજ્યવ્યાપી GST કૌભાંડ ખુલવાની શક્યતા છે, ત્યારે LCBએ શંકાના આધારે પકડેલા ટ્રક પાછળ લાઇન લાગી છે, GST વિભાગના અધિકારીઓ ખુદ ઝપટે ચડી ગયા છે.

bhavnagar gst kobhand
bhavnagar gst kobhand
author img

By

Published : Nov 23, 2022, 6:06 PM IST

ભાવનગર: જિલ્લાના સનેસ ગામ નજીક 2 નવેમ્બરના નાઈટ પેટ્રોલિંગમાં બે ટ્રકો લોખંડના સળિયા ભરેલા નકલી શંકાસ્પદ GST બિલો સાથે ઝડપાયા હતા. (bhavnagar gst kobhand ) પકડાયેલા ટ્રક સાથે બે શખ્સોએ મોઢું ખોલતા GST ચોરી રાજ્યવ્યાપી અને મિલીભગતથી થઈ હોવાનું સામે આવ્યું છે.

રાજ્યવ્યાપી GST ચોરી કૌભાંડ

સનેસ પકડાયેલા ટ્રકે ખોલ્યો ભેદ: ભાવનગરના સનેસ પાસે બે લોખંડના સળિયા ભરેલા ટ્રકો 2 નવેમ્બરના રોજ નાઈટ પેટ્રોલિંગમાં ઝડપાયા હતા. જેમાં LCB પોલીસે 33 ટન લોખંડ 22 લાખનું જપ્ત કર્યું હતું. કારણ માત્ર એટલું હતું કે દર્શવવામાં આવેલું GST બિલ શંકાસ્પદ અને નકલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ LCBને લાગતું હતું. ગુન્હો નોંધી મૃગેશ ઉર્ફે ભુરો અઢીયા મુખ્ય સૂત્રધારને ઝડપી પૂછપરછ કરતા વધુ પાંચ લોકોના નામ ખુલ્યા હતા.જેમાં દેવાંશું ગોહેલ,ધ્રુવીત માંગુકીયા,મલય શાહ,દિપક મંકોડીયા અને વિક્રમ પટેલ ઉર્ફે પોપટની ધરપકડ કરી હતી. સમગ્ર બનાવમાં આઈજી ગૌતમ પરમારે ટીમ બનાવી ઊંડાણ તપાસ કરતા આ રાજ્યવ્યાપી GST ચોરી કૌભાંડ હોવાનું ખુલ્યું હતું.

bhavnagar gst kobhand
અધિકારી નીકળ્યા છાના ચોર

બનાવટી બિલો : નાઈટ કોમ્બિનગ દરમ્યાન નિરમા પાટિયા પાસે સનેસ ગામ પાસે બે ટ્રકો રોકવામાં આવેલ જેને બિલો બતાવેલા જે સંતોષકારક નહિ હોવાનું જણાયેલ ટ્રકમાં 33 ટનના 22 લાખના સળિયા ભરેલા હતા. બિલો બનાવટી હોવાનું જણાતા કોસ્ટબલે વધુ ઊંડાણપૂર્વક તપાસતા નકલી હોવાનું જણાતા ગુન્હો નોંધી સરકારને મોટું નુકસાન જણાતા બાદમાં આઈજીના કહેવા મુજબ ટીમ બનાવતા વધુ તપાસતા મુખ્ય સૂત્રધારે મૃગેશ અઢીયાએ સાંયોગિક પુરાવા મળતા GST અને CGST ના અધિકારીના નામ ખુલતા તેની સંડોવણી જણાતા અટક કરવામાં આવી છે અને રાજ્યવ્યાપી કૌભાંડ હોવાનું જણાય છે.

bhavnagar gst kobhand
બિલોએ ખોલ્યો ભેદ

GST ચોરીમાં ચોર સાથે અધિકારી નીકળ્યા છાના ચોર: ભાવનગર LCB પોલીસે પકડેલા બે શખ્સોની પૂછતાછ દરમ્યાન મૃગેશ અઢીયા મુખ્ય સૂત્રધારે નકલી બિલ બનાવવામાં GST અને CGST અધિકારીના નામ ખોલતા ખળભળાટ મચી ગયો હતો. LCBએ મુખ્ય સૂત્રધારના નિવેદન મુજબ બે અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. LCB પોલીસે નીરજ વીણા અને પ્રીતેશ દુધાતની અટકાયત કરવામાં આવી છે. પોલીસને GST ચોરીમાં ખુદ GST વિભાગના અધિકારીઓની સામેલગીરી બાદ રાજ્યવ્યાપી કૌભાંડ નીકળવાની શક્યતાઓ વધી ગઈ છે. પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.