ભાવનગરઃ બટાકા દરેક વ્યક્તિની જરૂરિતાત છે અને બટાકાની તંગી સર્જાય ત્યારે ભાવ આસમાને બોલાતા હોય છે. હવે બટાકા જમીનમાં નહીં પણ વેલમાં પણ ઉગે છે, તેની જાણકારી આપવા જઇ રહ્યા છીએ.
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા દીપકભાઈ મકવાણાના ઘરમાં કુંડામાં ઉગાવેલી વેલમાં બટાકા ઉગાડે છે. બટાકાનો સ્વાદ માણતા દીપકભાઈનુ કહેવુ છે,કે આ બટાકામાં કોઇ ફર્ક જણાતો નથી. તે સામાન્ય બટાકા જેવા જ લાગે છે.
દિપકભાઇના કાકા આ બટાકાને કોઈ ખેતરમાંથી લાવ્યા હતા. વેલના બટાકા હોવાનું માલુમ થતા એક બટાકાને દિપકભાઇના દાદીએ કુંડામાં વાવેતર કર્યું અને એક વર્ષના અંતે તેમાં બટાકા આવવાની શરૂઆત થઈ ગઈ હતી. આ બટાકા જૈન ધર્મને માનનાર વ્યકતીઓ પણ આરોગી શકે છે. કારણ કે, તે કંદમૂળમાં ગણવામાં આવતા નથી. જો આ પ્રકારના બટાકા દરેક ઘરે ઉગે તો શાકભાજીની તંગી સમયે બટાકા આશીર્વાદરૂપ બની શકે તેમ છે.