ભાવનગર : ભારતની ચલણી નોટ 2 હજારના દરની રિઝર્વ બેન્ક દ્વારા સરક્યુલેશન બંધ કરવામાં આવી છે. ત્યારે ગઈકાલથી વ્યાપારી જગતમાં ચર્ચાઓ વધી ગઈ છે. ભાવનગર સોની બજારમાં ગરમાવો આવી ગયો છે. શહેરમાં 2 હજારની નોટને લઈને સોની બજારમાં સીધી અસર જોવા મળી છે. સોનાની ખરીદી મહદઅંશે વધી છે.સોની બજારના એસોસિયેશન દ્વારા હાલમાં નોટો સ્વીકારવાનું ચાલુ રાખ્યું છે. ત્યારે લોકો સોનું - ચાંદીની ખરીદી કરીને વેપારીઓને 2 હજારના દરની નોટો આપી રહ્યા છે.
અમદાવાદ જેવા શહેરોમાં કદાચ બંધ કરવામાં આવ્યું છે પણ તે બિસ્કીટ અને બુલિયન જેવા ખાસ વ્યવહારોમાં બંધ કરાયું હશે. પરંતુ ભાવનગરમાં અમે નિયમ પ્રમાણે 2 હજાર દરની નોટ સ્વીકારીએ છીએ. જોકે 2 હજાર નોટના નિર્ણયને પગલે ગ્રાહકોની પૂછપરછ વધી છે સાથે આગામી દિવસોમાં સોનાના ભાવ પણ વધવાની શક્યતાઓ છે. - અમિત સોની (સોની બજારના આગેવાન)
નોટ સ્વીકારવા માટે નિયમ : સમગ્ર ભારતમાં 2000ની નોટને લઈને ચિંતાઓ વધી ગઈ છે, ત્યારે સ્વાભાવિક છે કે ભાવનગર શહેરમાં પણ તેની અસર જોવા મળે ત્યારે ભાવનગરમાં સોની બજારમાં સોનું ખરીદવા માટે પૂછપરછ કરવા લોકો આવી રહ્યા છે. જોકે આ પૂછપરછમાં મુખ્ય આશય 2000 નોટ સ્વીકારવામાં આવે છે કે કેમ તે જાણવાનો હોય છે, ત્યારે સોની બજારના આગેવાન અમિત સોનિયા જણાવ્યું હતું કે, સોની બજારોમાં વ્યાપારીઓ દ્વારા સરકારે જે રોકડની છૂટ આપેલી છે તે પ્રમાણે 500 અને 2000ના દરની નોટો સ્વીકારે છે અને KYC તેમજ આધારકાર્ડ ગ્રાહકના મેળવવામાં આવે છે. એટલે અહીંયા કોઈ એવી ચિંતા નથી. પરંતુ લોકોમાં હડબડાહટ જરૂર છે.
વ્યાપારીઓને સરકારના સ્પષ્ટીકરણની આશા : શહેરમાં સોની બજારમાં 2000ની નોટને સ્વીકારવામાં આવી રહી છે. પરંતુ સ્પષ્ટીકરણ પગલે વ્યાપારીઓમાં હજુ થોડી ચિંતા રહેલી છે. સોની બજારના આગેવાને જણાવ્યું હતું કે, હજુ 23 તારીખના રોજ અમલીકરણ છે, ત્યારે આ બે દિવસ દરમિયાન સરકાર દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવે તો વ્યાપારીમાં જે ચિંતા છે તે દૂર થઈ શકે છે. તેમજ લોકોને પણ હાશકારો જરૂર થઈ શકે છે. પરંતુ હાલમાં બેંક સ્વીકારતી હોવાથી વેપારીઓ બધા સ્વીકારી રહ્યા છે. સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. 22 કેરેટ સોનાના 19 મેં ના ભાવ 55,800 હતા. જે 20 મેં ના એઓજ સીધા 56,300 થયા છે એટલે 500 રૂપિયા ઊંચકાયું છે. આગામી દિવસોમાં 2 હજારની નોટના પગલે સોનાના ભાવ ઊંચકાઈ શકે છે.
2000 Rs Notes : 2000ની નોટોનો નિકાલ કરવા તમે જ્વેલરી ખરીદી શકો છો, પણ...
RBI withdraws Rs 2000 Notes: મોઢવાડીયાએ કહ્યું, લોકોને ફરી હેરાન કરવા ભાજપનો એક નુસખો