ભાવનગર : ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલા અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિર 20 વર્ષથી ભાવેણાવાસીઓની સમસ્યાઓ હલ થતી આવે છે.વિઘ્ન કોઈપણ હોય તેને હણનાર દેવ એટલે ગણપતિ બાપ્પા. હા ગણપતિ દાદાની આરાધના કરતા મનુષ્યોને જીવમાં કોઈપણ કાર્યમાં વિઘ્ન આવતા નથી. ભાવનગરનું એક માત્ર ગણપતિ દાદાનું મંદિર કાળિયાબીડમાં ભક્ત દ્વારા સ્થાપના કરવામાં આવી છે. સમસ્યાના નિરાકરણ માટે સાથિયાની અદભુત ચમત્કારિક પ્રથા પણ છે. સમસ્યા હોય તો અચૂક પહોચો આસ્થાભેર અને કહી આવો મુષકદેવને કાનમાં સમસ્યા નહિ તો કરી આવો ઊંધો સાથિયો. ત્યારે મંદિરનો ઇતિહાસ અને સમસ્યાઓ નિરાકરણ શું છે સમગ્ર વાત જૂઓ
મંદિરનો ઈતિહાસ : ભાવનગર શહેરમાં ગુજરાત મેરિટાઇમમાં ફરજ બજાવીને રિટાયર્ડ થયેલા શાસ્ત્રી જગદીશચંદ્ર દ્વારા 20 વર્ષ પહેલા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના પાછળ હેતુ શહેરમાં એક પણ ગણપતિ મંદિર નહીં હોવાથી સ્થાપના કરાઈ હતી. શાસ્ત્રીજીએ રિટાયર્ડના આવેલા પૈસામાંથી જમીન લીધી હતી. જમીન બાદ મંદિર માટે શાસ્ત્રીજી જગદીશચંદ્ર ભાગવત કથાના વક્તા હોવાથી સપ્તાહો કરીને મંદિરનું ફંડ મેળવીને સ્થાપના કરાઈ હતી.
આ પણ વાંચો : Hanuman Jayanti 2023 : દરિયા કિનારે અને લીલાછમ જંગલ વચ્ચે હનુમાન મંદિરે ભક્તોની અનોખી આસ્થા
અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક : ભાવનગરના કાળિયાબીડમાં 20 વર્ષ પહેલા શાસ્ત્રી જગદીશચંદ્રજી દ્વારા ગણપતિદાદાના મંદિરની સ્થાપના કર્યા બાદ નામકરણ અષ્ટવિનાયક અને સિદ્ધિવિનાયક મંદિર તરીકે આપવામાં આવ્યું હતું. જોકે ગણપતિદાદાની સામે મુષકદેવને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારે પૂજારી કિશનભાઇ શાસ્ત્રીયે જણાવ્યું હતું કે, ગણપતિ સામે બેસાડેલા મૂષક દેવની નીચે કાર્ય સિદ્ધિ યંત્ર સ્થાપિત કરવામાં આવેલું છે. આથી મૂષક દેવના જમણા કાનમાં કોઈપણ મનોકામનાઓ કહેવામાં આવે તો એ મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
આ પણ વાંચો : Mahudi temple Theft : મહુડી મંદિરમાં ટ્રસ્ટીઓએ જ 45 લાખનો હાથફેરો કર્યો, 2ની ધરપકડ
સાથિયો સાથે આંકડાના મુળના ગણપતિ : જોકે આમ જોઈએ, તો આંકડો હનુમાનજી મહારાજને અર્પણ છે. પરંતુ કદાચ કોઈને ખ્યાલ નહીં હોય કે આંકડો ગણપતિ દાદાને પણ તેટલો જ પ્રિય હોય છે. ત્યારે અષ્ટવિનાયક અને સિદ્ધિવિનાયક મંદિરમાં આંકડાના મૂળમાં જ ગણપતિનું મુખ અને સૂંઢ હોય તેવું મૂળ રાખવામાં આવેલું છે. આ સાથે પૂજારી કિશન શાસ્ત્રીયે જણાવ્યું હતું કે, મંદિરમાં મનોકામના પૂર્ણ કરવા માટે ઊંધો સાથિયો કરવામાં આવે છે. ત3,5,7,9 કે 11 મંગળવાર ઊંધો સાથિયો કરવામાં આવે તો તેટલા જ દિવસમાં દરેક ભક્તની મનોકામના પૂર્ણ થઈ જાય છે. તેથી અહીંયા મહિલાઓ મોટી સંખ્યામાં ઊંધો સાથિયો કરવા આવે છે અને મનોકામનાઓ પૂર્ણ થતાંની સાથે જ આવતા મંગળવારના જ સીધો સાથિયો ભક્ત કરી જાય છે.