ETV Bharat / state

ભાવનગરમાં રોડ ચક્કાજામ કરતા ખેડૂતોની પોલીસે કરી અટકાયત

દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલન દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં રોડ રોકો આંદોલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા શિહોર નજીક વળાવડ પાસે ભાવનગર- રાજકોટ પર આંદોલનના સમર્થનમાં દેખાવો કરવામાં આવ્યો હતો.

author img

By

Published : Feb 7, 2021, 10:28 AM IST

ચક્કાજામ કરતા ખેડૂતોની પોલીસે કરી અટકાયત

  • શિહોરના વળાવડ ખાતે ખેડૂતોએ કર્યું ચક્કાજામ
  • કૃષિકાયદા રદ્દ કરવાની માગ સાથે કર્યું ચક્કાજામ
  • દિલ્લી ખાતે ખેડૂતોના સમર્થનમાં જોડાયા ખેડૂતો
  • ખેડૂતોએ મફતમાં શાકભાજી વહેંચી કર્યું વિરોધ પ્રદર્શન

ભાવનગર : જિલ્લામાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં દરેક વાહનને અટકાવી ખેડૂતો વતી કોબીજ, ટમેટા, ડુંગળી વગેરે શાકભાજી ફ્રી આપવામાં આવી હતી. તો આ સાથે કહેવામાં આવતું હતું કે, છેલ્લી વખત ખેડૂતો તરફથી ભેટ સ્વીકારી લેજો કારણ કે, આ ત્રણ કાળા કાયદા લાગુ થવાથી આ શાકભાજી અને ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઉપજ હવે અદાણી, અંબાણી, કંપનીઓ, ઉદ્યોગપતિઓ પાસેથી ખુબ જ ઉંચી કિંમતે ખરીદવાનો સમય આવશે.તો સાથે સાથે ખેડૂત જગતનો તાત છે અને ખેડૂતોના દિલમાં આજે પણ દેશ અને દેશની જનતા પ્રત્યે સંવેદના અને પ્રેમ છે, એવો સંદેશો આપવામાં આવ્યા હતા.

વિરોધ કરનાર ખેડૂતોની કારઇ અટકાયત

કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આ નવતર કાર્યક્રમથી લોકોમાં અચરજની લાગણી ઉદ્દભવતા કિસાન આંદોલન ફક્ત ખેડૂતોને માટે જ નહીં પણ સમગ્ર દેશની આમ જનતા માટે ચાલી રહ્યું છે એવો અહેસાસ થઇ રહ્યો છે. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ખુબ જ શાંતિ પૂર્વક રીતે રોડ પર જતા વાહનોને રોકી ખુબ મૈત્રીપૂર્ણ ભાવથી લોકોને સમજાવી રહ્યા હતા. ત્યારે તે જ સમયે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિરોધ સાથે દેખાવો કરનાર ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.

ખેડૂતોની માગણી સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણીમાં અલગ પરિણામોની ચીમકી

દેશભરમાં ખુબ વેગ પકડી રહેલું આંદોલન ગુજરાતમાં ખુણે ખુણે ફેલાઈ નહીં તે માટે સરકાર તમામ પ્રકારની કૂટનીતિ અપનાવી રહી છે. વધુમાં રમણીક જાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કિસાન ક્રાંતિ ટ્રસ્ટના બોટાદ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ કોરડીયાને તો ગઈ રાત્રે જ બોટાદ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. સરકાર આંદોલન તોડવા માટે તેમજ ખેડૂતોનો કોઈ પણ કાર્યક્રમ સફળ ન બને તે માટે રોડા નાખવાનું જે કામ કરી રહી છે, તેની સામે ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો છે. કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અગાઉ માવઠાની સહાય માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ સરકાર ખેડૂતોની વાત સાંભળવાને બદલે ત્રાસ ગુજારવાના હથકંડા અજમાવી રહી છે, પરંતુ આગામી દિવસોમાં ખેડૂતો શિહોરમાં હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.