ETV Bharat / state

Bhavnagar Crime : કંપની માલિકે કર્મચારી સામે નોંધાવી હનીટ્રેપની ફરિયાદ, એક કરોડ એંઠી લીધા - ભાવનગર કોર્ટ

ભાવનગરમાં હનીટ્રેપના કેસમાં આઉટસોર્સિંગના માલિકે હનીટ્રેપની ફરિયાદ પોતાની જ કંપનીની કર્મચારી સામે નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે હનીટ્રેપ કરનાર યુવતી સાથે અન્ય એક શખ્સની શામેલગીરી છે.યુવતીને કોર્ટમાં રજૂ કરાતાં પાંચ દિવસના રિમાન્ડ પર સોંપાઇ છે.

Bhavnagar Crime : કંપની માલિકે કર્મચારી સામે નોંધાવી હનીટ્રેપની ફરિયાદ, એક કરોડ એંઠી લીધા

author img

By

Published : Mar 24, 2023, 7:38 PM IST

યુવતી પાંચ દિવસના રિમાન્ડ પર

ભાવનગર : ક્રાઇમની દુનિયામાં મહિલાઓ દ્વારા એકલા કે કોઇ ટોળકીમાં રહી લોકોને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવવાના કિસ્સા નોંધાતા રહે છે તેમાં આ કેસ પણ ઉમેરાયો છે. સમગ્ર રાજ્યમાં હનીટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે પુરુષોનો શિકાર કરતી હોવાના કિસ્સાઓ વચ્ચે ભાવનગરમાં નાની ઉંમરની મહિલાએ આધેડ પોતાની કંપનીના માલિકને માયાજાળમાં ફસાવીને લાખો પડાવ્યા બાદ માંગણી યથાવત રહેતા હનીટ્રેપની ફરિયાદ નોંધાવાઈ છે.

તગડી રકમ પડાવી : ભાવનગર શહેરમાં આધેડને હનીટ્રેપમાં ફસાવવાની એક ફરિયાદ નોંધાઇ છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આધેડની ફરિયાદ બાદ પોલીસે યુવતીને ઝડપીને ભાવનગર કોર્ટમાં રજૂ પણ કરી છે. જો કે લાંબા ગાળા દરમ્યાન આધેડની કંપનીમાં નોકરી કર્યા બાદ યુવતીએ મોટી તગડી રકમ પડાવી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.

આ પણ વાંચો Honey trap in Surat : મદદના નામે યુવકને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવ્યાં, સુરત પોલીસે પકડી પાંચ આરોપીની ટોળકી

શું છે આખો મામલો : ભાવનગર શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં રહેતા આશરે 50 વર્ષીય શખ્સે એક યુવતી સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આધેડ શખ્સની આઉટ સોર્સિંગ કંપનીમાં 2010માં જોડાયેલી યુવતીએ આધેડને માયાજાળમાં ફસાવીને આશરે 2010થી આજદિન સુધી એક કરોડથી વધુની રકમ પડાવી લીધી છે. ફરિયાદમાં યુવતી દ્વારા વધુ પૈસા માંગવામાં આવતા અંતે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ હનીટ્રેપની હોવાથી સેન્સેટીવ રાખવામાં આવી છે.

મહિલાની અટકાયત : હનીટ્રેપ મામલે ડીવાયએસપી આર આર સિંઘલના જણાવ્યા પ્રમાણે હનીટ્રેપની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આધેડને કોઈ પણ રીતે યુવતીએ પોતાના પાશમાં લઈને કટકે કટકે 1 કરોડ જેવી રકમ પચાવી લીધા બાદ વધુ 25 લાખની માંગણી થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ યુવતી 2009થી આ આધેડની કંપનીમાં કામ કરતી હતી. યુવતીની સાથે વધુ એક શખ્સ હતો, જેની સાથે મળીને આ હનીટ્રેપ કરવામાં આવ્યું છે. હાલ યુવતીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો ભાવનગરના બંટી બબલી, વેપારીને હનીટ્રેપમાં ફસાવી અઢી કરોડ માગ્યા

પોલીસ રીમાન્ડ પર મહિલા : આઉટ સોર્સિંગ કંપનીના માલિકને ફસાવીને પૈસા પડાવવાની ફરિયાદમાં નિલમબાગ પોલીસે કાર્યવાહી કરીને યુવતીને ઝડપી લીધી છે. યુવતીને ઝડપીને ભાવનગર કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી હતી. યુવતીને પોલીસને પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.જો કે સમગ્ર ઘટનામાં હાલ આગળ શું શું ખુલાસા થશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.