ભાવનગર : ભાવનગરથી 100 km દૂર આવેલા અને નાનકડા મહુવા પાસેના કળસાર ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર અને સબ સ્ટાફ તરીકે ફરજ બજાવતા શખ્સે 30 હજારની લાંચ માંગી હતી. ત્યારે જેમની પાસે લાંચ માગવામાં આવી હતી. ફરિયાદીએ લાંચ નહીં આપવાની જાગૃકતા દર્શાવી હતી. ફરિયાદીએ ભાવનગર ACBમાં ફરિયાદ કરી હતી કે કળસાર બેંકના આસિસ્ટન્ટ મેનેજર અને સબ સ્ટાફ એટલે વચેટિયાએ તેમની પાસે 30000 રુપિયાની લાંચ માંગી હતી. ત્યારે એસીબીએ ગોઠવેલી ટ્રેપમાં આ બંને લાંચખોર આવી ગયાં હતાં.
ટ્રેપ ગોઠવાઇ : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસાર ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર સાથે સબ સ્ટાફ તરીકે બેંકમાં ફરજ બજાવતો અને વચેટિયો બનલો શખ્સ લાંચ લેતા ભાવનગર એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ફરિયાદીની જાગૃતતાને લઈને ફરિયાદ બાદ ટ્રેપ ગોઠવીને બંનેને ઝડપવામાં એસીબી સફળ રહી હતી. ગોઠવાયેલા છટકામાં બંને ભ્રષ્ટ માછલીઓ આવી ગઈ હતી.
લાંચ માંગવાનું મુખ્ય કારણ : ભાવનગર જિલ્લાના મહુવાના કળસાર ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ફરિયાદીએ કુટીર અને ગ્રામ ઉદ્યોગમાં વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ સ્વરોજગાર અંતર્ગત લોન મંજૂર કરાવી હતી. આ લોન કળસાર ગામની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા થઈ હતી. ત્યારે લોન મંજૂર કરવા બાબતે કળસાર બેંકના આસિસ્ટન્ટ મેનેજર અને સબ સ્ટાફ એટલે વચેટિયાએ 30000 રુપિયાની લાંચ માંગી હતી.
![કળસારની આ બેંક શાખામાં લોનનો મામલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18057857_1.jpg)
ભ્રષ્ટ અધિકારી : મહુવા તાલુકાના નાનકડા એવા કળસાર ગામમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર રાહુલ કપૂરચંદ શર્મા ઉંમર વર્ષ 31 તેમજ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં સબ સ્ટાફ તરીકે ફરજ બજાવતા બારૈયા મનોજભાઈ છગનભાઈ વચેટીયા તરીકેની ભૂમિકા ભજવીને લોન પગલે લાંચ માંગી હતી. જેમાં ફરિયાદી સાથે નક્કી થયેલી 30 હજાર રકમ પૈકી 25 હજાર રકમ આપવા બાબતે ચર્ચા બાદ નિશ્ચિત કરેલા પૈસા આપવાના સમય પહેલા ફરિયાદીએ સમયસૂચકતા અને સમજણપૂર્વક ભાવનગર એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. છટકામાં બેંકના બંને ભ્રષ્ટ કર્મચારીઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતાં.
આ પણ વાંચો Gujarat Govt Officer Bribery case : રાજ્ય વેરા અધિકારી વતી 2.37 લાખની લાંચ લેતો વચેટિયો ઝડપાયો
પકડાયા બાદ મોડે સુધી કાર્યવાહી : મહુવાના કળસાર ગામમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં એસીબીએ 21 તારીખના રોજ છટકું ગોઠવ્યું હતું. સાંજે ચાર કલાક બાદ કરેલી ટ્રેપમાં વચેટીઓ અને આસિસ્ટન્ટ મેનેજર બંને 25 હજાર રોકડા લેતા ઝડપાઈ ગયા હતા. ભ્રષ્ટ અધિકારીઓને પકડવામાં એસીબીને સફળતા મળી હતી.