- સંભવિત વાવાઝોડા પગલે ભાવનગર તંત્ર એલર્ટ
- ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં સ્થળાંતરની તૈયારીઓ શરૂ
- ભાવનગર જિલ્લાના કુલ 43 ગામોને કરાયા એલર્ટ
- અંદાજીત 6,761 લોકોનું કરાશે સ્થળાંતર
ભાવનગર : હવામાન વિભાગ દ્વારા 16 મે થી 18 મે દરમિયાન સંભવિત વાવાઝોડા તૌકેતેની આગાહીના પગલે ભાવગનર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા 43 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તૌકેત વાવાઝોડું ત્રાટકવાની શક્યતા હોવાથી સુરક્ષાના ભાગરૂપે મહુવા, તળાજા, ઘોઘા અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 6,761 લોકોનાં સ્થળાંતર માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - વાવાઝોડાના પગલે અલંગ ખાતે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
જિલ્લાના 43 ગામોને કરાયા એલર્ટ
હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં લો-પ્રેસરના કારણે આગામી 16 મે થી 18 મે દરમિયાન સંભવિત તૌકતે વાવાઝોડું ત્રાટકવાની સંભવનાને લઈને તંત્ર દ્વારા દરિયાકિનારા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ જો વાવાઝોડું ત્રાટકે તો તેને કારણે કોઈ મોટી નુકસાનીનાં થાય તે માટે તંત્ર દ્વારા પગલાઓ લેવામાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર ટીમ દ્વારા સંભવિત વાવાઝોડું ત્રાટકે એવામાં કોઈ જાનમાલ તેમજ મોટી નુકશાની ના સર્જાય તે માટે નાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - ભાવનગર જિલ્લાના ઘોઘા બંદર ખાતે એક નંબરનું સિગ્નલ લગાવાયું
તળાજા, મહુવા, ઘોઘા, ભાવનગર ગ્રામ્ય વિસ્તારના લોકોનું કરાશે સ્થળાંતર
સંભવિત વાવાઝોડાના પગલે ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, ઘોઘા, ભાવનગર ગ્રામ્ય વિસ્તારના કુલ 43 દરિયાકાંઠા વિસ્તારના કુલ 6,761 લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જેમાં દરિયાકાંઠા વિસ્તામાંનાં એકથી 3 KM અંતરમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તળાજા વિસ્તારનાં મીઠી વીરડી, અલંગ, સરતાનપર, રેલીયા, ગઢુલા, જૂના રાજપરાનાં અંદાજીત 2,892 લોકોનું સ્થળાંતર, મહુવા વિસ્તારાના કતપર, ગઢડા, ડોળીયા, ઉંચા કોટડા, નિકોલનાં અંદાજીત 3,425 લોકોનું સ્થળાંતર, ઘોઘા વિસ્તારમાં કુડા, ઘોઘા પ્રોપર અંદાજીત 300 લોકોને સ્થળાંતર, ભાવનગર ગ્રામ્યમાં કોટડા અંદાજીત 150 લોકોનું સ્થળાંતર કરવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત મહુવા ખાતે એક NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. તેમજ સ્થળાંતર જગ્યાઓ પર લોકોને રહેવા માટેના સેલટરને કોવીડ ગાઇડલાઇન અનુસાર સેનિટાઇઝેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - વાવાઝોડાના પગલે ભાવનગર દરિયાઈ કિનારાના તમામ વિસ્તારો એલર્ટ પર