ભાવનગરઃ શહેરમાં ધૂળેટી પર્વનો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. ભાવનગરની ગલીઓમાં રંગો સાથે ધૂળેટીનો આનંદ લેતા લોકો નજરે પડ્યા હતા. રંગોના પર્વની ઉજવણી અસત્ય પર સત્યના વિજય બાદ કરવામાં આવે છે. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગયા બાદ પ્રહલાદને બદલે હોલિકાને વરદાન હોવા છતાં, તે આગમાં ભસ્મ થઈ જાય છે.
મંગળવારે ભાવનગરમાં અનેક મિત્રોએ એકબીજાને રંગીને મનમટાવ છોડી રંગોથી એકબીજાને રંગીને પ્રેમ ભાવના દર્શાવી હતી. ભાવનગરમાં કોલેજો, સંસ્થાઓ તો રસ્તા પર મિત્રોએ એકબીજાને રંગીને ધૂળેટી પર્વ ઉજવ્યો હતો.