ETV Bharat / state

Ayambil Oli in Bhavnagar : 11.50 લાખ વર્ષથી ચાલી આવતી ઓળીની પરંપરામાં જાણવા જેવું - સ્વાદનો ત્યાગ

ચૈત્ર માસના પ્રારંભે જૈન સમાજમાં ઓળી (આયંબીલ)ની શરૂઆત થાય છે. આ પરંપરા અંદાજે 11.50 લાખ વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. ઓળીમાં ભોજનનો ત્યાગ નથી થતો પરંતુ સ્વાદનો ત્યાગ કરવામાં આવે છે. જૈન સમુદાયમાં માન્યતા છે કે સ્વાદનો ત્યાગ કરવાથી મન પ્રફુલ્લિત અને શરીર સ્વસ્થ રહે છે.

Ayambil Oli in Bhavnagar : 11.50 લાખ વર્ષથી ચાલી આવતી ઓળીની પરંપરામાં જાણવા જેવું

author img

By

Published : Apr 10, 2023, 7:11 PM IST

સ્વાદનો ત્યાગ કરવાથી મન પ્રફુલ્લિત અને શરીર સ્વસ્થ રહે

ભાવનગર : ભાવનગર શહેરમાં જૈન સમાજ ધાર્મિક પરંપરાને સાચવીને ધર્મને ઉજાગર કરતો આવ્યો છે. ચૈત્ર અને આસોમાં ઓળીની પરંપરા યથાવત છે. જો કે ઓળી અન્ય સમાજ માટે જુદી જરૂર હશે પરંતુ તેનો ઇતિહાસ લાખો વર્ષોનો છે. આજે લોકોને ફીકું ભોજન ચાલતું નથી ત્યારે જૈન સમાજમાં ઓળીની સંખ્યા નિશ્ચિત નથી હોતી. જાણો કેવી તપશ્ચર્યા જૈન સમાજની.

ઓળીમાં શું છે ભોજન નિષેધ : જૈન શાસનમાં નવ પદ ઓળીનું મહત્વ ખૂબ જ છે. અનંતા કાળથી શાશ્વતી ઓળી એટલે કે આસો અને ચૈત્ર માસની ઓળીનું જૈન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. જેને જીભના સ્વાદ ઉપર કાબુ મેળવ્યો હોય તે વ્યક્તિ ઓળી અને આયંબિલ કરવા ભાગ્યશાળી બને છે. આયંબિલમાં છ વીગે એટલે કે તેલ,ઘી, દૂધ દહીં ગોળ અને કડાવીગે એટલે કે કોઈપણ તળેલી વસ્તુનો નિષેધ હોય છે. માણસને જીવન ટકાવી રાખવા માટે ભોજન લેવું જરૂરી છે પરંતુ સ્વાદ વગરનું વાપરવાથી માણસના સ્વાસ્થ્ય વિચારોને મન ખૂબ જ પ્રફુલિત રહે છે. ઉપવાસ કરતા પણ ઉપરોક્ત સ્વાદ વગરની વસ્તુઓ વાપરીને 100 અથવા તેનાથી પણ અધિક દિવસો સુધી આયંબિલ કરીને આરાધકો ધન્ય બને છે.

આ પણ વાંચો Junagadh News: 9 વર્ષની હેતવીએ મહાવીર સ્વામીના પથ પર ચાલી આંબેલ તપ કર્યું

ઓળીનું ધાર્મિક મહત્વ ક્યારથી : શરૂઆતે મુનિચંદ્રસુરી મહારાજ સાહેબે શ્રીપાળ રાજા અને મયણાસુંદરીને નવપદજીની ઓળી કરવા પ્રેરણા કરી હતી. આ ઓળીની આરાધના કરીને તેમના નવણજળથી શ્રીપાળ રાજાનો કુષ્ઠ રોગ દૂર થયો હતો. આ આરાધનાથી ખૂબ જ આરોગ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી હતી. ત્યારથી એટલે કે અંદાજિત 11.50 લાખ વર્ષ પૂર્વેથી આ શાશ્વતી ઓળીનો પ્રભાવ અવિરતપણે ચાલ્યા કરે છે અને હજુ પણ અનંત કાળ સુધી ચાલશે તેમ જૈન ભક્ત વર્ષાબેને જણાવ્યું હતું.

ગાયત્રીનગર દેરાસર ખાતે મોટી ઓળી : શાસન સમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના વિનીતયશાશ્રીજી મહારાજ સાહેબના શિષ્ય સાધ્વીજી ભવ્યયશાશ્રીજી મહારાજ સાહેબ આદીઠાણા ગાયત્રીનગર ચેલ્લણા અમીજરા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દેરાસર ઉપાશ્રય નવપદજીની ઓળીની આરાધના કરાવવા પધાર્યા છે. જેમાં ભવ્યયશાશ્રીજી મહારાજ સાહેબને વર્ષીતપના આરાધના ચાલી રહી છે. સાધ્વીજી અર્હમયશાશ્રીજી મહારાજ સાહેબને 80મી ઓળી ચાલે છે તથા સાધ્વીજી રીંકારયશાશ્રીજી મહારાજ સાહેબને 59મી ઓળીની તપશ્ચર્યા ચાલે છે. અને રીંકારયશારીજી મહારાજ સાહેબને ઓળીનું પારણું શ્રી સંઘમાં પ્રથમવાર પારણાનો લાભ મળવાનો છે.

આ પણ વાંચો Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા

ઓળીના આરાધકો : ગાયત્રીનગર દેરાસર સંઘમાં પણ 12 વ્યક્તિ નવપદજીની ઓળીની આરાધના કરી રહ્યા છે. તેમજ છૂટક આયંબિલ પણ 27 વ્યક્તિ કરી રહ્યા છે. સંઘમાં વર્ષીતપના આરાધકો પણ છે. સંઘમાં ઓળીના આરાધકો ખૂબ જ ઓછા હતા પણ આ વખતે પ્રથમવાર નવપદજીની ઓળીમાં 12 આરાધકો જોડાયા અને છૂટક આયંબિલમાં પણ દરરોજ 15 થી 20 જેટલા આરાધકો આયંબિલ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.