- ભાવનગરમાં મોલના મેનેજરે મોલમાં જ પોતાનું જીવન ગળાફાંસો ખાઈને ટૂંકાવ્યું
- બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે
- આત્મહત્યાનું કારણ અકબંધ
- મોલના ગોડાઉનમાં પંખે લટકાઈને જીવન ટૂંકાવ્યું
ભાવનગર : શહેરના ખ્યાતિ પામેલા હિમાલયા મોલમાં આસિસ્ટન્ટ મેનેજરે મોલના ગોડાઉનમાં પંખે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવને પગલે આર્થિક ભીંસને કારણભૂત માનવામાં આવે છે. ત્યારે મળી રહેલા પુરાવા મુજબ પણ આર્થિક ભીંસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
બનાવને પગલે પોલીસ કાફલો સ્થળ પર
ભાવનગરના પ્રસિદ્ધિ પામેલા હિમાલયા મોલમાં એક શખ્સે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઇ હતી. આ શખ્સે મોલના ગોડાઉનમાં પંખે લટકાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને નીચે ઉતારીને PM માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
કોણે કર્યો આત્મહત્યા અને કારણ શું ?
ભાવનગરના સીદસર રોડ પર રહેતા ભગીરથસિંહ છોટુભા જાડેજા હિમાલયા મોલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમના અંતિમ પગલા બાદ આવેલી પોલીસે તેમના ભાઈ મિલેટરીમાં હોઈ તેને જાણ કરીને બોલાવ્યા હતા. કોરોના મહામારીને કારણે આવેલી આર્થિક ભીંસ હોવાને કારણે આત્મહત્યા કરી હોય તેમ મૃતકના પડોશી દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે, આ બનાવને પગલે પોલીસે કોઈ કારણ જણાવ્યું નથી.
આર્થિક સંકળામણને આત્મહત્યા
ભગીરથસિંહ અગાઉ વોડાફોન કંપનીમાં હતો અને બાદમાં હિમાલયા મોલમાં નોકરી મેળવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેને હમણા મકાન ખરીદ્યું હતું અને કાર પણ લીધી હતી. તેમને 12 વર્ષની દીકરી છે. હાલ તેમના નજીકના લોકો પણ આર્થિક સંકળામણને આત્મહત્યાનું કારણ ગણાવી રહ્યા છે.