- ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છેડછાડ મામલે દલિત સમાજમા ધેરા પ્રત્યાઘાત પડયા
- રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું
- વિવિધ સંગઠનો દ્વારા ધરણા યોજી આવેદનપત્ર આપ્યુ
ભાવનગર : ગારીયાધાર તાલુકાના વીરડી ગામે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છેડછાડ મામલે રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.ગારીયાધાર તાલુકામાં વીરડી ગામે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શુક્રવારે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા પ્રતિમાને ખંડિત કરી હતી. જેને લઈને દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જિલ્લામાંથી દલિત સમાજના આગેવાનો વિરડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
આરોપી ને કડક કાર્યવાહી માંગ
ત્યારે ગારીયાધાર ખાતે sc,st,obc માઈનોરિટી તેમજ વિવિધ સંગઠનો દ્વારા ધરણા યોજી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. આરોપીઓને ઝડપી કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા, સ્થાનિક આગેવાન દિનેશભાઇ વણઝારા, અખિલ ભારતીય યુવા કોળી સમાજ પ્રમુખ ઘનશ્યામભાઈ વાઘેલા,સામાજિક એકતા જાગૃત મિશન પ્રમુખ દિલીપ વાઢેર.ડૉ. આંબેડકર જન્મ જયંતિ સમિતિ ગારિયાધાર. સંત રોહિદાસ યુવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ. ગુજરાત માલધારી સેના મેઘજીભાઈ ગલાણી તેમજ સ્થાનિક આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.આરોપીને જલ્દી પકડી ને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામા આવી છે.