ભાવનગર શહેરના નવા બંદર રોડથી એરપોર્ટ (Airport from New Bandar Road in Bhavnagar) જવાના માર્ગ પર આવેલા ગોકુળનગર નજીક આવેલા ગોડાઉનમાં આગ (Fire in godown near Gokulnagar) લાગી હતી. આગ લાગવાને કારણે સમગ્ર શહેરમાં આગના સમાચાર વહેતા થયા હતા. ફાયરે કલાકોની મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી. ભાવનગર શહેરના એરપોર્ટ રોડથી નવા બંદર જવાના માર્ગ પર ગોકુળનગર નજીક આવેલા પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં (Fire in plastic waste godown) આગ ભભૂકી ઉઠી હતી. વિકરાળ આગનું સ્વરૂપ દૂર દૂર સુધી દેખાતું હતું.
શહેરમાં વહેલી સવારે વિકરાળ આગ ભાવનગર શહેરના ગોકુળનગર નજીક એરપોર્ટ રોડથી નવાબંદર રોડ પર આવેલા પ્લાસ્ટિકના વેસ્ટના ગોડાઉનમાં આગ (Plastic Waste Godown near Gokulnagar in Bhavnagar) લાગી હતી. આગ લાગવાનું કારણ બહાર આવ્યું ન હતું પણ આગનું સ્વરૂપ વિકરાળ હતું. ગોડાઉન જાણે આગે બહોશમાં લઈ લીધું હોય તેવા દ્રશ્યો ઉભા થયા હતા. દૂર દૂર સુધી આગના ગોટાઓ જોવા મળતા હતા. આગનું વિકરાળ સ્વરૂપ ડરાવણું લાગતું હતું.
આગ બુજાવવા કેટલા ટેન્કર છટકાયા ગોકુળનગર નજીક ગોડાઉનની આવ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. કારણ કે વહેલી સવારમાં ફાયર બ્રિગેડના રસ્તા ઉપરથી નીકળતા વાહનો અને સાયરનોએ પૂર્વ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ફાયર વિભાગે 13 ટેન્કર પાણીનો છટકાવ કરીને આગને કલાકોની મહેનત બાદ બુજાવી હતી.
આગ લાગી ક્યાં અને કોણ માલિક ભાવનગરના એરપોર્ટ રોડ પર લાગેલી ગોડાઉનની આગમાં માલિક વિશે ફાયર વિભાગ સ્ટેશનમાંથી (Fire Department Station) જણાવ્યું હતું કે, ગોડાઉન મનજીભાઈ કામ્બડ નામના વ્યક્તિની માલિકીનું છે. તેને ભાડા પેટે લક્ષ રસિકલાલ શાહને આપવામાં આવ્યું હતું. લક્ષ શાહ ત્યાં પ્લાસ્ટિકનો વેસ્ટજ જથ્થો એકત્રિત કરીને પોતાનો વ્યવસાય ચલાવતા હતા. જેમાં કયા કારણસર આગ લાગી છે એ હજૂ કારણ બહાર આવ્યું નથી.