ભાવનગરઃ શહેરના વડવા, ભીલવાડા, કરચલીયા પરા, ભરતનગર, કણબીવાડ આમ 5 વિસ્તારને કલસ્ટર કરવામાં આવ્યા છે. જે પ્રથમ કોરોના દર્દી હાજી અબ્દુલ કરીમભાઈ શેખ જેમનું મૃત્યું થયું છે. તે વિસ્તારને સીલ કરોયો છે અને 200 જેટલી પોલીસ ફોર્સ આ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવી છે.
ભાવનગર શહેરમાં પોઝીટીવ કેસનો આંકડો 9 થયો છે. ભાવનગર મહાનગરપાલિકા 2 કેસ વધતા એકશનમાં આવી ગઈ છે. ભાવનગર IG દ્વારા સમગ્ર શહેરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ પોલીસે લોકડાઉન મામલે કડકાઈ વાપરી છે. શહેરના મુખ્ય વિસ્તારો નિલમબાગ, કાળાનાળા , મુખ્ય બજાર જેવા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે.
![ભાવનગરમાં કોરોના 7 પોઝિટિવ કેશ, મનપાએ દર્દીની યાદી કરી જાહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn02coronachitaravchirag7208680_04042020155534_0404f_1585995934_534.jpg)
શહેરના મુખ્ય વિસ્તારો નિલમબાગ, કાળાનાળા, મુખ્ય બજાર જેવા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે. બહાર નીકળેલા લોકોના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.
ભાવનગરથી નીજામુદીન જઈ આવેલા 18ના રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે. જેમાં 18 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. તંત્રને ત્યાર બાદ હાશકારો થયો છે પણ જે મુખ્ય વ્યક્તિ દિલ્હી નિજામુદ્દીન જઈને આવ્યા બાદ તેના મૃત્યુ પછી તેના પરિવારમાં અને સબંધીઓમાં એક પછી એક પોઝીટીવ કેસ સામે આવતા તંત્રમાં ડર છવાઈ ગયો છે જો કે, તંત્રે કલસ્ટર સુધી પગલા ભરીને તેને રોકવા પૂરી તાકાત લગાવી દીધી છે.
![ભાવનગરમાં કોરોના 7 પોઝિટિવ કેશ, મનપાએ દર્દીની યાદી કરી જાહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn02coronachitaravchirag7208680_04042020155534_0404f_1585995934_117.jpg)
ભાવનગર શહેરમાં તંત્રની તૈયારીઓ જોઈએ તો આઈસોલેશન વોર્ડ માટે સર ટી હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં 70 બેડની વ્યવસ્થા છે. જયારે રેલવે હોસ્પિટલમાં 9 બેડની વ્યવસ્થા છે. આમ હાલ તંત્ર પાસે 79 બેડની વ્યવસ્થા આઈસોલેશન માટે છે.
સેનીટાઈઝ માટે નીરમાં કંપની આગળ આવી છે. જેથી કચેરીઓ અને જરૂરિયાત સ્થળોને સેનીટાઈઝ કરી શકાય આ માટે નિરમાએ જિલ્લા માટે 10,480 લીટર સોડીયમ હાઈપો ક્લોરાઈડ પૂરું પાડ્યું છે.
ભાવનગર મનપાના કમિશ્નરે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે જે 9 લોકો પોઝિટિવ છે. તેની યાદી પણ જાહેર જનહિત માટે કરી દીધી છે.