ભાવનગર: કોરોનાને પગલે કલેકટર દ્વારા 64 કેદીઓને છોડવામાં આવ્યા છે. કોરોનાની અસરને કારણે તંત્ર દ્વારા હાલ પેરોલ પર કેદીઓને છોડવાનો નિર્ણય કરાયો છે. ભાવનગર જિલ્લા જેલ ખાતે જવાબદાર અધિકારીની ઉપસ્થિતિમાં એક પછી એક કેદીઓને છોડવામાં આવ્યા હતા. કેદીઓને તેમના સામાન સાથે ઘરે જવાની પરવાનગી આપવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં સર ટી હોસ્પિટલ નજીક આવેલી જિલ્લા જેલ પર કાચા અને પાકા કામ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જિલ્લા જેલમાંથી 12 કેદીને ભાવનગર કલેકટરના આદેશથી પેરોલ પર 14 એપ્રિલ સુધી મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ભાવનગર અને બોટાદ 54 કેદીઓને હાઇકોર્ટની સૂચના મુજબ બે માસ માટે મુક્ત કરવામાં આવ્યા છે.
આ કેદીઓ કાચા અને પાકા કામના કેદી છે, જેઓને સાત વર્ષ નીચેની સજા મળેલી છે. જો કે, બે દિવસ પૂર્વ કેદીઓ દ્વારા વિરોધ અને હડતાળ જેલમાંથી મુક્તિ માટે કરાઇ હતી.