જેમાં પોલીસે રાત્રે આરોપીની અટક કરી હતી અને તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ 6 દિવસના રિમાન્ડ દરમિયાન પ્રાધ્યાપક સંજય દવે પાસેથી કથીત સરકારી કોભાંડ સંદર્ભના રહસ્ય વિસ્ફોટ થાય તેવી શંકા સેવાઈ રહી છે.
આ બનાવની ઉપલબ્ધ વિગત એવી છે કે, અમરેલીની પ્રતાપરાય કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા અને મૂળ ભાવનગરના સંજય ધીરજલાલ દવે વર્ષ 2016માં ભાવનગર જિલ્લાના સિહોર નજીક આવેલા અગીયાળી ગામમાં રહેતા રોજગાર લક્ક્ષી યુવાન કૌશિક મનુભાઇ જોશીને સરકારી નોકરી આપવાની લાલચ આપી તેની પાસેથી રૂપિયા 20 લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી હતી. જેમાં તેના મધ્યસ્થી તરીકે ભાવનગર જિલ્લાના સિહોર નજીક આવેલ ટાણા સરકારી હાઇસ્કૂલના શિક્ષક અલવેશ્વર જાનીએ ભૂમિકા ભજવી હતી.
ગત તારીખ 12 માર્ચ 2019ના રોજ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં કૌશિક જોષીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, અધ્યાપક સંજય દવેએ રૂપિયા લીધા બાદ સતત દોઢ વર્ષ સુધી યુવાનને સરકારી નોકરીની લાલચ આપવાનું કહી સરકારના વિવિધ વિભાગોના લેટરપેડવાલા નિમણૂકપત્ર બનાવી તેમની અને સરકાર એમ બંને સાથે છેતરપીંડી આચરી છે.
ત્યારે પોલીસ ફરિયાદમાં ફરિયાદી એવા કૌશિક જોશીએ એમ પણ ઉમેર્યું કે, તેમની સાથે અન્ય 109 જેટલા રોજગારલક્ષી યુવાનો મલી કુલ 110 યુવાનો પાસેથી પણ અધ્યાપક સંજય દવે તથા તેના મલતીયાઓએ કુલ રૂપિયા.5,27,20,000 ઉઘરાવી છેતરપીંડી આચરી છે. અને ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. અંદાજે બે માસની શોધખોળ બાદ ભાવનગર ઘોઘા રોડ પોલીસે ગતમોડી રાત્રે પ્રાધ્યાપક સંજય દવેની અટક કરી હતી. અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
જોકે કથિત રીતે સરકારી ભરતી કૌભાંડ હોવાની શક્યતાઓને બળ આપતી આ ઘટનાને લઇ સરકારી નોકરીની લાલચે અધ્યાપક દવેને નાણાં આપનાર અરજદારોએ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને અધ્યાપક સંજય દવે અને તેની આણી મંડળીને તાકીદે ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી હતી.