ETV Bharat / state

Bhavnagar news: ભાવનાગર મનપાના આરોગ્ય અને સોલીડવેસ્ટના 12 કર્મચારીઓએ એકસાથે રાજીનામાં ધર્યા, માનસિક ટોર્ચરનો આરોપ - Bhavnagar Municipal Health and Solidwest resign

ભાવનગર મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગના 18 અને સોલીડવેસ્ટના કાયમી 12 કર્મચારીએ રાજીનામુ આપી દીધું હતું. કર્મચારીઓ માનસિક ટોર્ચરીંગ અને સસ્પેન્ડની ધમકીઓ વચ્ચે કામ લેવાતું હોવાનો લેખિતમાં આપીને રાજીનામાં ધર્યા છે. કમિશનરે એક સાથે રાજીનામાં લેવાનું પ્રાવધાન નહિ હોવાનું જણાવ્યું છે.

12-employees-of-bhavnagar-municipal-health-and-solidwest-resign-together-alleging-mental-torture

author img

By

Published : May 6, 2023, 1:52 PM IST

ભાવનગર મહાનગરપાલિકા માટે આજનો શુક્રવાર બ્લેક ફ્રાઈડે જેવો બની ગયો

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા માટે આજનો શુક્રવાર બ્લેક ફ્રાઈડે જેવો બની ગયો છે. આરોગ્ય અને સોલિડ વેસ્ટના કર્મચારીઓ એકસાથે રાજીનામાં ધરી દેતા તંત્ર ખોરવાઈ ગયું હતું. કર્મચારીઓએ માનસિક ટોર્ચરનો આરોપ લગાવ્યો છે. જોકે કમિશનરે આક્ષેપોનો છેદ ઉદાડયો છે. એકસાથે 12 રાજીનામાં સ્વીકારવાનું કોઈ પ્રાવધાન નથી.

આરોગ્ય અને સોલીડવેસ્ટના 12 કર્મચારીઓએ એકસાથે રાજીનામાં

આરોગ્ય વિભાગના કચેરીના એક સાથે રાજીનામાં: ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓએ એકસાથે રાજીનામાં મૂક્યા છે. જેમાં 18 જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાના 14 જેટલા આરોગ્ય કેન્દ્ર શહેરમાં આવેલા છે. તેમાં અલગ અલગ પોસ્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓએ રાજીનામા ધર્યા છે. જેના કારણે આયુષ્યમાન કાર્ડ કાઢવાની પ્રક્રિયા ખેરવિખેર થઈ ગઈ છે.

કામગીરી ખોરવાઈ: આરોગ્ય કેન્દ્ર ઉપર 50 ટકા આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી બંધ થઈ છે. તેને પગલે આરોગ્ય વિભાગના વડા આર.કે સિન્હાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ કાઢતા કર્મચારી ઉપરથી કેન્દ્રમાંથી આઈડી અને પાસવર્ડ આપવામાં આવતા હોય છે. આથી તેઓ જ્યારે બદલાય ત્યારે તે આઈડી પાસવર્ડ બંધ થાય છે. નવાની નિમણૂક થાય ત્યારે નવો આઈડી પાસવર્ડ કાઢી આપવામાં આવે છે. જેને કારણે થોડા દિવસો માટે આ કામગીરી બંધ રહેનાર છે.

શું છે આક્ષેપ?: રાજીનામાં ધરનાર કર્મચારીઓમાં સીએસઆઈ, એસઆઈ અને એસએસઆઇ પોસ્ટ ધરાવે છે. તેમને આક્ષેપ કર્યો છે કે હાલમાં થોડા સમય પહેલા પ્રેસ રોડ ઉપર એક ફેક્ટરીનું સીલ મારવામાં આવ્યુ હતું જ્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું હતું. આ ફેક્ટરીનું સીલ ખોલી દેવામાં આવ્યું છે અને જપ્ત કરાયેલુ પ્લાસ્ટિક પણ પરત કરવામાં આવ્યું છે. બંધ ગોડાઉન નહિ ખોલવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. કમિશનર આવી નોટિસોમાં ઉલ્લેખ કેમ નથી કરતા તેવો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો

Rajkot News: રાજકોટમાં ધુમાડો કાઢતી સિટી બસમાં RTOનું ચેકિંગ, ત્રણ બસ ડિટેઇન

Electric Vehicles : ઇલેક્ટ્રિક વાહનો પર સૌથી વધુ સબસીડી રિલીઝ કરનાર સુરત RTO રાજ્યમાં પ્રથમ ક્રમાંકે

પૂરતા સ્ટાફનો અભાવ: ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી ઉપાધ્યાય કડક કાર્યવાહી શહેરમાં કરાવી રહ્યા છે તેને પગલે દરેક વિભાગને દોડતું કર્યું છે. 12 રાજીનામાં ધરનાર કર્મચારીઓએ લેખિતમાં જણાવ્યું છે કે ભાવનગર મહાનગરપાલિકાનું સેટઅપ નથી. શહેરમાં 13 માંથી 3 વોર્ડ સેનેટરી અને સબ સેનેટરી અધિકારી વિહોણા છે. જ્યારે સેટઅપની વાત કરવામાં આવે તો સેટઅપમા CSI 6 ની જગ્યાએ 3 છે, જ્યારે SI માં 15 ની જગ્યાએ માત્ર 7 છે, જ્યારે SSI માં 30 ની જગ્યાએ માત્ર 13 કર્મચારી કામ કરી રહ્યા છે, જ્યારે સિપાઈમાં 80 ની જગ્યાએ માત્ર 45 છે અને સફાઈમાં 1600 ની જગ્યાએ માત્ર 1286 છે.

કમિશનરે આક્ષેપને નકાર્યા: ભાવનગર મનપાના કમિશનરે જવાબ આપતા જણાવ્યું હતું કે રાજીનામાં આપનારને કાયદાકીય કામગીરી સોંપવામાં આવી હતી. કોઈને પણ ઠપકો સુદ્ધાં આપવામાં નથી આવ્યો. જે આક્ષેપ પ્રેસ રોડમાંથી જપ્ત કરવામાં આવેલા સીલને પગલે કરવામાં આવ્યો છે તેમાં જીપીસીબીના નિયમ મુજબ ક્લોઝર નોટીસ તેને આપવામાં આવી છે અને મહાનગરપાલિકાની મર્યાદા બહાર દંડ લેવાયો છે. જે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તે રી પ્રોસેસિંગ કરવા માટે આપવામાં આવ્યું હોય જે ધારા ધોરણ મુજબ છે. એકસાથે 12 રાજીનામાં સ્વીકારવાનું કોઈ પ્રાવધાન નથી. સોલીડવેસ્ટ વિભાગના અધિકારી સંજય હરિયાણીએ જણાવ્યું હતું કે સ્ટાફ ઓછો હોવાથી ભારણ વધ્યું છે પરંતુ માનસિક ટોર્ચરના આક્ષેપ પાયાવિહોણા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.