ETV Bharat / state

ભરૂચના નાંદિડા ગામે દીવાલ ધરાશયી, 3 બાળકીના મોત

ભરૂચઃ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના વાગરા તાલુકાના નાંદિડા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. દીવાલના કાટમાળ નીચે સમગ્ર પરિવાર દટાયો હતો. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત અને ત્રણ માસૂમ બાળકોના મોત થયા છે.

wall collapse
author img

By

Published : Aug 4, 2019, 12:42 PM IST

ભરૂચમાં બારે મેઘ ખાંગા થયા છે, અને બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વાગરા તાલુકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વાગરાના નાંદિડા ગામે રહેતા નરેન્દ્રસિંહ રાજ તેમની પત્ની અને ત્રણ બાળકીઓ સાથે સવારે ઘરમાં નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે તેમની બાજુના કાચા મકાનની દીવાલ તેઓના મકાન પર ધરાશયી થઈ હતી. જેમાં તેઓના મકાનનો પણ કેટલોક ભાગ પડતા નાસ્તો કરી રહેલા માતા-પિતા અને ત્રણ દીકરીઓ દબાઈ ગયા હતા.

નાંદિડા ગામે દિવાલ ધરાશયી

ધડાકાભેર મકાનનો હિસ્સો તૂટી પડતા ગ્રામજનો દોડી આવ્યા હતા. જેમાં માતા-પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો. જો કે, 7 વર્ષીય જિનલ, 5 વર્ષીય પીનલ અને 2 વર્ષીય ક્રિષ્ના નામની ત્રણ બહેનોના મોત નિપજ્યા હતા. ઇજાગ્રસ્ત માતાપિતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની તપાસ વાગરા પોલીસ ચલાવી રહી છે.

Intro:ભરૂચમાં ભારે વરસાદના પગલે વાગરાના નાંદિડા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી

- કાટમાળ નીચે દબાતા 3 બાળકીના મોત
Body:ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે વાગરાના નાડીદા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જતા 3 બલકીઓના કરુંણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાConclusion:

ભરૂચમાં બારે મેઘખાંગા થયા છે અને બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાગરા તાલુકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.વાગરાના નાદીદા ગામે રહેતા નરેન્દ્રસિંહ રાજ તેમની પત્ની અને ત્રણ બાળકીઓ સાથે આજે સવારે ઘરમાં નાસ્તો કરી રહયા હતા ત્યારે તેઓના બાજુના કાચા મકાનનની દીવાલ તેઓના મકાન પર ધરાશયી થઈ હતી જેમાં તેઓના મકાનનો પણ કેટલોક ભાગ પડતા નાસ્તો કરી રહેલા માતા પિતા અને ત્રણ દીકરીઓ દબાઈ ગયા હતા.ધડાકાભેર મકાનનો હિસ્સો તૂટી પડતા ગ્રામજનો દોડી આવ્યા હતા જેમાં માતા પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો જો કે 7 વર્ષીય જિનલ,5 વર્ષીય પીનલ અને 2 વર્ષીય ક્રિષ્ના નામની ત્રણ બહેનોના કરુંણ મોત નિપજ્યા હતા.ઇજાગ્રસ્ત માતાપિતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની તપાસ વાગરા પોલીસ ચલાવી રહી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.