- ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા પત્રકારો માટે રસીકરણ કેમ્પનું કરાયું આયોજન
- પત્રકારોએ કોરોનાની રસી મુકાવી
- રસી માટે વિવિધ પત્રકાર સંગઠનોએ ચલાવ્યું હતું અભિયાન
ભરૂચઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યની સાથે સાથે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના કાળમાં ચોથી જાગીરના સ્તંભ એવા પત્રકારો તેમની ફરજ અદા કરી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આજે ગુરુવારે ભરૂચના રોટરી હોલ ખાતે જિલ્લાના પત્રકારો માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં સિનિયર સિટીઝન સહિત 1.5 લાખ લોકોએ કોરોના વેક્સિન લીધી
પત્રકારોએ ચલાવ્યું હતું #Vaccine for journalist અભિયાન
પત્રકારોએ કોરોના કાળમાં તંત્ર સાથે ખભેખભા મિલાવી કામ કર્યું છે અને દરેક પળની માહિતી લોકો સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ રહ્યાં હતા, આમ છતા તંત્ર દ્વારા પત્રકારોને કોરોના વોરિયર્સની વ્યાખ્યામાં સમાવાયા ન હતા અને રસીકરણની પણ અલાયદી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેથી વિવિધ પત્રકાર સંગઠનોએ #Vaccine for journalist અભિયાન શરૂ કર્યું હતું અને આ બાબતે સ્થાનિક તંત્ર ઉપરાંત રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. જેના પગલે આજે ગુરુવારે પત્રકારો માટે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.