ભરૂચ : ભરૂચમાં આજરોજ સવારે બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારીયા ફળિયામાં મકાન ધરાશાઈ (Building Collapses in Bharuch) થયાની ઘટના સામે આવી રહી છે. આ મકાન ધરાશાઈમાં એક જ પરિવારના ત્રણ બાળકોના મૃત્યુ થયાની વિગત મળી રહી છે. જ્યારે પરિવારના અન્ય સભ્યોને ઈજાગ્રસ્ત થતાં સારવાર (House Collapses in Bambakhana) અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મુંબઈના એટોપ હિલ વિસ્તારમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ
ધટના સ્થળે કાફલો - આ ઘટનાની પોલીસને જાણ થતાં ભરૂચ શહેરની બી ડિવિઝન પોલીસનો (Bharuch City B Division Police) કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે (Death in building collapse in Bharuch) આવીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો : ભાવનગરમાં પીરછલ્લામાં સમારકામ હેઠળના મકાનનો સ્લેબ મકાનમાલિક પર જ પડતા મોત
નગરપાલિકા નોટિસ છતાં ઠનઠન ગોપાલ - આ ઉપરાંત ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વર્ષો જૂની ઇમારતો પણ આવેલી છે. આ ઇમારતોને ઉતારી લેવા માટે ભરૂચ નગરપાલિકા (Bharuch Municipality) દ્વારા અનેકવાર નોટિસો પણ આપવામાં આવતી હોય છે. પરંતુ કેટલીક ખખડધજ ઇમારતો અને મકાનો સમયસર જમીન દોષ ન કરવામાં આવતા હોવાથી આવી દુર્ઘટનાઓ બને છે. લોકો મોતને ભેટી પડે છે.