ભરુચ: ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1100ને પાર પહોંચી છે. જીલ્લામાં આજે કોરોના વાઇરસના 26 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ 1122 થયા છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં કોરનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે આજે કોરોનાના કેસે ભરૂચમાં અણગમતી સરસાઈ પ્રાપ્ત કરી છે.જીલ્લામાં આજે કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા 1100ને પાર કરી ગઈ છે.
આજે નવા 26 પોઝિટિવ કેસ સાથે જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1122 પર પહોંચી છે.આજે ભરૂચમાં 9, અંકલેશ્વરમાં 14 તો ઝઘડીયા નેત્રંગ અને હાંસોટમાં કોરોનાના 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે, તો 18 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
અત્યાર સુધી નોંધાયેલા 1122 પોઝિટિવ કેસ પૈકી 24 દર્દીના મોત નીપજ્યા છે તો 928 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હવે 170 દર્દીઓ સારવાર હેઠળ છે.
ભરૂચ જીલ્લામાં પ્રત્યેક 100 કેસની તારીખ
8 એપ્રિલ 01 પોઝિટિવ કેસ
16 જૂન 100 પોઝિટિવ કેસ
27 જૂન 200 પોઝિટિવ કેસ
5 જુલાઈ 300 પોઝીટીવ કેસ
9 જુલાઈ 400 પોઝીટીવી કેસ
14 જુલાઈ 500 પોઝીટીવ કેસ
17 જુલાઈ 600 પોઝીટીવ કેસ
22 જુલાઈ 700 પોઝીટીવ કેસ
26 જુલાઈ 800 પોઝીટીવ કેસ
30 જુલાઈ 900 પોઝીટીવ કેસ
4 ઓગસ્ટ 1000 પોઝીટીવ કેસ
11 ઓગસ્ટ 1100 પોઝિટિવ કેસ