ETV Bharat / state

ભરૂચ રેલવે સ્ટેશન પર કોન્સ્ટેબલે મહિલા અને બે માસના બાળકનો જીવ બચાવ્યો - ભરૂચ રેલવે સ્ટેશન

ભરૂચઃ શહેરમાં રેલવે સ્ટેશન પર એક મહિલા બે મહિનાના બાળકને લઈ ચાલું ટ્રેને ચઢવા જતી હતી. ત્યારે  દરવાજે લટકી પડતાં મહિલાને RPF કોન્સ્ટેબલે જીવના જોખમે બચાવી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ભરૂચ રેલવે સ્ટેશન પર કોન્સ્ટેબલે મહિલા અને બે માસના બાળકનો જીવ બચાવ્યો
author img

By

Published : Aug 24, 2019, 11:21 PM IST

રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલની સમયસુચકતાએ કારણે ભરૂચ રેલવે સ્ટેશને બે લોકોના જીવ બચાવ્યા હતા. ભરૂચથી સુરત જવા નીકળેલા મૂળ કર્ણાટકના ફારૂક પટેલ તેમના પત્ની અને અને બે માસની બાળકી અસ્મા રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે ફારૂક પટેલ ભરૂચ વિરાર મેમુ ટ્રેનમાં ચડી ગયા હતા. ત્યારે બાળકી માટે ખરીદી કરવા સ્ટોલ ઉપર સબિના તેની પુત્રી સાથે રોકાયા હતા.

એટલામાં અચાનક ટ્રેન ઉપડી. મેમુ ટ્રેન તરતજ સ્પીડ પકડી લેતાં બાળકી સાથે સબીનાનું ચાલુ ટ્રેનમાં ચડવું મુશ્કેલ બન્યું હતું. પતિએ ટ્રેન શરુ થતાં તરતજ પત્નીને ટ્રેન તરફ આવવા ઈશારો કર્યો. પરંતુ મહિલા ટ્રેન સુધી પહોંચે તે પહેલાં ટ્રેનની ગતિ વધી ગઈ હતી.

ભરૂચ રેલવે સ્ટેશન પર કોન્સ્ટેબલે મહિલા અને બે માસના બાળકનો જીવ બચાવ્યો

ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં મહિલા બાળકી સાથે લટકી પડી હતી. લોકોએ બુમરાણ મચાવતા નજીકથી પસાર થતાં RPF કોન્સ્ટેબલ હિરેન વાણીની નજર મહિલા અને બાળકી પર પડી. કોન્સ્ટેબલે જીવના જોખમે મહિલાને બાળક સાથે ટ્રેનથી દૂર ખેંચી લઇ માતા પુત્રનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન મહિલાના પતિએ ચેઇન પૂલિંગ કરી ટ્રેન અટકાવી પત્ની અને બાળકી તરફ દોડી ગયો હતો. સદનસીબે ઘટનામાં માતા અને પુત્રી બંનેનો આબાદ બચાવ થયો હતો.

Intro:ભરૂચ રલેવે સ્ટેશન પર રેલવે પોલીસના કોન્સ્ટેબલે મહિલા અને બે માસના બાળકનો જીવ બચાવ્યો

સમગ્ર ઘટના સીસીટીવીમા કેદBody:ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસ દરમયાન બે માસના બાળક સાથે મહિલા ટ્રેનના દરવાજે લટકી પડતા આરપીએફ કોન્સ્ટેબલે જીવના જોખમે મહિલાને બાળક સાથે ટ્રેનથી દૂર ખેંચી લઇ માતા પુત્રનો જીવ બચાવ્યો હતો આખો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે.Conclusion:રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલની હિંમત અને સમયસુચકતાએ આજે ભરૂચ રેલવે સ્ટેશને બે લોકોના જીવ બચાવ્યા હતા અને આખો મામલો સીસીટીવીમાં કેદ થયો હતો. ભરૂચથી સુરત જવા નીકળેલા મૂળ કર્ણાટકના ફારૂક પટેલ તેમના પત્ની અને અને બે માસની બાળકી અસ્મા રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે ફારૂક પટેલ ભરૂચ વિરાર મેમુ ટ્રેનમાં ચડી ગયા હતા જયારે બાળકી માટે ખરીદી કરવા સ્ટોલ ઉપર સબિના તેની પુત્રી સાથે રોકાયા તેવામાં અચાનક ટ્રેન ઉપડી હતી. મેમુ ટ્રેન તરતજ સ્પીડ પકડી લેતા બાળકી સાથે સબીનાનું ચાલુ ટ્રેનમાં ચડવું મુશ્કેલ બન્યું હતું. પતિએ ટ્રેન શરુ થતા તરતજ પત્નીને ટ્રેન તરફ આવવા ઈશારો કર્યો પરંતુ મહિલા ટ્રેન સુધી પહોંચે તે પૂર્વે ગતિ ખુબ તેજ થઇ હતી હતી. ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં મહિલા બાળકી સાથે લટકી પડી હતી. લોકોએ બુમરાણ મચાવતા નજીકથી પસાર થતા આરપીએફ કોન્સ્ટેબલ હિરેન વાણીની નજર મહિલા અને બાળકી ઉપર પડી હતી. કોન્સ્ટેબલે જીવના જોખમે મહિલાને બાળક સાથે ટ્રેનથી દૂર ખેંચી લઇ માતા પુત્રનો જીવ બચાવ્યો હતો. આ દરમ્યાન મહિલાના પતિએ ચેઇન પૂલિંગ કરી ટ્રેન અટકાવી પત્ની અને બાળકી તરફ દોડી ગયો હતો. સદનશીબે ઘટનામાં માતા અને પુત્રી બંનેનો આબાદ બચાવ થયો હતો.

બાઈટ
મુકેશકુમાર મીના - પીઆઈ - આરપીએફ - ભરૂચ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.