ભારૂચઃ કોરોના વાઇરસના કહેર વચ્ચે ભરૂચમાં રમઝાન માસને ધ્યાને રાખી તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલા બજારોમાં તંત્ર દ્વારા દુકાનની બહાર કુંડાળા બનાવાયા છે.
મુસ્લીમોના પવિત્ર રમઝાન માસનો સંભવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલ કોરોના વાઇરસની મહામારી સાથે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રમઝાન માસમાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ અટકે અને સોશિયલ ડીસ્ટન્સનું ચુસ્ત પણે પાલન થાયએ હેતુથી તંત્ર દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલા દુકાનો બહાર કુંડાળા બનાવવામાં આવ્યા છે.
રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો અલ્લાહની બંદગી માટે રોઝા રાખતા હોય છે અને આ પૂર્વ ખરીદી કરવા નીકળતા હોય છે. ત્યારે બજારોમાં સોશિલ ડીસ્ટન્સનું પાલન થાયએ માટે તંત્રએ કામ ચાલુ કર્યુ છે અને લોકોને સોશિલ ડીસ્ટન્સનું પાલન કરવા લોકોને અપીલ કરી રહ્યા છે.