ETV Bharat / state

ભરૂચ સબજેલમાં કેદીઓની ભૂખ હડતાલ, 7 કેદી સામે ગુન્હો નોંધાયો - bharuch latest news

ભરૂચ સબજેલમાં ભૂખ હડતાલનું કાવતરું રચવા પર સાત કેદીઓ સામે બી ડિવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો. કેદીઓ વચ્ચે આંતરિક તકરાર બાદ બે બેરેકના કેદીઓએ ભૂખ હડતાલ કરી હતી. જો કે હાલ હડતાલ પરત ખેંચી લેવામાં આવી છે.

ભરૂચ સબજેલ
ભરૂચ સબજેલ
author img

By

Published : Feb 4, 2020, 2:12 PM IST

ભરૂચ સબજેલમાં બે દિવસ પહેલા બે કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ કેટલાક કેદીઓએ ભૂખ હડતાલ ઉતર્યા હતા. જેમાં સબજેલના કર્મચારીએ સાત કેદીઓ સામે ભૂખ હડતાળનું કાવતરું, જાનથી મારી નાખવાની ધમકી અને સરકારી કામમાં અડચણ ઉભી કરતા તેમણે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બે કેદીઓ વચ્ચે થયેલી મારામારી બાદ હાંસોટ મર્ડર કેસના આરોપી શફી ઉર્ફે પપ્પુ ખોખર, પીન્ટુ ખોખર અને સરફરાજ ઘડીયાળી સહિત સાત જેટલા કેદીઓ જેલરની કેબીનમાં ધસી ગયા હતા અને તેમની સાથે ઉદ્ધતાઈભર્યૂં વર્તન કર્યું હતું અને જમવાનું લેવાનું પણ ના કહી હતી. આ સાથે જ અન્ય બે બેરેકના કેદીઓને પણ જમવાનું ન લેવા માટે ઉશ્કેર્યા હતા. જેના પગલે બે દિવસ સુધી કેટલાક કેદીઓએ ભૂખ હડતાલ કરી હતી.

આ બાબતે જેલના કર્મચારી બાલુ સોમા માછીએ સાત કેદીઓ સામે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે, જો કે, કેદીઓ દ્વારા ભૂખ હડતાલ પરત ખેંચી લેવામાં આવી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

Intro:-ભરૂચ સબજેલમાં ભૂખ હડતાલનું કાવતરું રચવાનો સાત કેદીઓ સામે ગુન્હો નોધાયો
-કેદીઓ વચ્ચે આંતરિક તકરાર બાદ બે બેરેકના કેદીઓએ બે દિવસ કરી હતી ભૂખ હડતાલ
-જેલ કર્મચારીએ કેદીઓ વિરુદ્ધ ફરજમાં અડચણ અને જાણથી મારી નાખવાની ધમકી સહિતની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી,કેદીઓએ ભૂખ હડતાલ પરત ખેંચી
Body:ભરૂચ સબજેલમાં ભૂખ હડતાલનું કાવતરું રચવાનો સાત કેદીઓ સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોધાયો છે.કેદીઓ વચ્ચે આંતરિક તકરાર બાદ બે બેરેકના કેદીઓએ ભૂખ હડતાલ કરી હતી જો કે હાલ હડતાલ પરત ખેંચી લેવામાં આવી છે Conclusion:ભરૂચ સબજેલમાં બે દિવસ અગાઉ બે કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો જે બાદ કેટલાક કેદીઓએ ભૂખ હડતાલ કરી દેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સબજેલના કર્મચારીએ સાત કેદીઓ સામે ભૂખ હડતાળનું કાવતરું,જાણથી મારી નાખવાની ધમકી અને સરકારી કામમાં અડચણ ઉભી કરવાની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.બે કેદીઓએ વચ્ચે થયેલ મારામારી બાદ હાંસોટ મર્ડર કેસના આરોપી શફી ઉર્ફે પપ્પુ ખોખર પીન્ટુ ખોખર અને સરફરાજ ઘડીયાળી સહિત સાત જેટલા કેદીઓ એક કેદીનું ઉપરાણું લઈ જેલરની કેબીનમાં ધસી ગયા હતા અને તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને જમવાનું લેવાનું પણ ના કહી હતી સાથે જ અન્ય બે બેરેકના કેદીઓને પણ જમવાનું ન લેવા માટે ઉશ્કેર્યા હતા જેના પગલે બે દિવસ સુધી કેટલાક કેદીઓએ ભૂખ હડતાલ કરી હતી.આ બાબતે જેલના કર્મચારી બાલુ સોમા માછીએ સાત કેદીઓ સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધ્વતા પોલીસે ફરિયાદ નોધી તપાસ શરુ કરી છે જો કે હાલ કેદીઓ દ્વારા ભૂખ હડતાલ પરત ખેંચી લેવામાં આવી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.