ભરુચ- ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા સ્થિત અંતરિયાળ ચાંચવેલ ગામના પેટ્રોલ પંપ(Loot at Chanhvel Petrol Pump ) ઉપર રાતે એકાદ બે કર્મચારીઓ જ રહેતા હોવાની રેકી કરી મોડી રાતે બે બાઇક સવાર બુકાની બાંધી પેટ્રોલ પમ્પ ઉપર પહોંચ્યા હતાં. પમ્પ ઉપર એક જ કર્મચારી હોવાની ખાત્રી થતા બાઇક સવાર બંને શખ્સોએ કર્મચારી સાથે મારામારી (Bharuch Loot Crime ) કરી પમ્પના કર્મચારીના લમણે બંદૂક મૂકી લૂંટારુઓ (Robbery In Bharuch ) તેને પમ્પની ઓફિસમાં લઈ ગયા હતા.
આ પણ વાંચોઃ ભરૂચમાં લુખ્ખાઓનો આતંક, બંધુક્ની અણીએ ઉદ્યોગપતિ સાથે લાખોની લૂંટ
30,000 લૂંટી લીધા- લૂંટારુના હાથમાં બંદૂક હોવાથી કર્મચારી ખુબ ગભરાઈ ગયો હતો અને ધ્રુજવા લાગ્યો હતો. લૂંટારુઓએ તેને માર મારી હિન્દી ભાષામાં ઓફિસમાં જેટલા પણ પૈસા હોય તે આપી દેવા જણાવ્યું હતું. ધૂજતા હાથે કર્મચારીએ ઓફિસના ટેબલનું ખાનુંં ખોલી અંદાજિત રૂપિયા 30,000 (Robbery In Bharuch ) જેટલી રકમ લૂંટારૂઓને સોંપી દીધી હતી. બંને લૂંટારુઓ પમ્પના કર્મચારીને ઓફીસમાં જ બેસી રહેવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ડરના કારણે થોડો સમય કર્મચારી ઓફિસના ફ્લોર ઉપર બેસી રહ્યો હતો, જેને લૂંટારુઓ (Loot at Chanhvel Petrol Pump )ફરાર થઇ ગયા હોવાની ખાતરી થતા પમ્પના સંચાલકને ઘટનાની જાણ કરી હતી.
સીસીટીવીમાં ઘટના રેકોર્ડ- મોડી રાતે લૂંટના (Robbery In Bharuch ) બનાવની જાણ વાગરા પોલીસને (Vagra Police) કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટની આખી ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ હતી. CCTV ફૂટેજના આધારે ભરૂચ પોલીસે (Loot at Chanhvel Petrol Pump )લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. હિન્દીભાષી લૂંટારુઓ ગુજરાત બહારના છે કે પોલીસને ગુમરાહ કરવા હિન્દી ભાષામાં પૈસાની માંગણી કરી હતી તે તમામ બાબતોની હાલમાં તો પોલીસે માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.આ લૂંટના બનાવ સંદર્ભે વાગરા પોલીસ સ્ટેશનમાં લૂંટનો(Bharuch Crime News) ગુનો દાખલ કરી વાગરા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.