ભરૂચ: જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો છવાતાંની (Moonsoon 2022 )સાથે ભરૂચ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની સિઝનની શરૂઆત જોવા મળી હતી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ, શક્તિનાથ, લિંક રોડ, ઝાડેશ્વર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ અને ભરૂચ જિલ્લા (Moonsoon Gujarat 2022 )અને તાલુકાના ગામડાઓમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંંચોઃ Rain in Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, જૂઓ કેટલો પડ્યો પહેલો વરસાદ
પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ - ભરૂચમાં વરસાદી માહોલ ( Rain in Bharuch)ધીમી ગતિએ જામતો હોય તેમ બે દિવસથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અને ગામોમાં સિઝનના પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ થયો હતો. ખેડૂતો તેમના ખેતરમાં સાફ સફાઈ કરી નવી સીઝનમાં જોતરાઇ ગયા છે.
આ પણ વાંંચોઃ Heavy Rain in Bhavnagar: મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
હવામાનની આગાહી - આ વર્ષે હવામાનના વિભાગ દ્વારા ચાર મહિના વરસાદ હોવાની માહિતી આપતાની સાથે જ ધરતીપુત્રોમાં આશાનું કિરણ ઉઠયું છે. હવે એક વરસાદ સારો પડશે ત્યારે ખેડૂતો તેમના ખેતરમાં પાકોની વાવણીની શરૂઆત કરવા તત્પર બન્યા છે અને હવામાનની આગાહી સાચી પડે અને જિલ્લાભરમાં સારો વરસાદ થાય તે આશા સેવી રહ્યા છે.