- સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની કતાર
- અંતિમક્રિયામાં પણ વેઇટિંગ !
- સ્વજનની અંતિમ ક્રિયા માટે પરિવારજનોએ રાહ જોવી પડી
ભરૂચ: કોરોના વાઈરસની ગંભીરતા વિશે ન જાણતા હોવ તો એક લટાર ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક બનાવવામાં આવેલી સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં ચોક્કસથી મારી આવજો. 7 એપ્રિલે સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની લાંબી કતાર જોવા મળી હતી. કોરોનાગ્રસ્ત મૃતકોના અંતિમ સંસ્કાર માટે નર્મદા નદીના કિનારે સ્પેશિયલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. જ્યાં બુધવારે બિહામણા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાંજ સુધીમાં કોવિડ સ્મશાનમાં 10 મૃતદેહોને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.
આ પણ વાંંચો: ભરૂચ સ્મશાનગૃહમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર અંગે વિવાદ સર્જાયો
3 ચિતા સામે 9 મૃતદેહ
કોવિડ સ્મશાનમાં ત્રણ ચિતા આવેલી છે. જ્યાં એક સાથે મૃતદેહ આવી જતાં અંતિમક્રિયા માટે વેઇટિંગ જોવા મળ્યું હતું. સ્વજનોને અગ્નિદાહ આપવા માટે પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી, ત્યારે આ દ્રશ્યો ગંભીર છે અને બસ, હવે તો એટલું જ કહેવું પડે કે આપણી જ નહીં, આપણા પરિવારની જીવનદોરીની ગાંઠ આપણા જ હાથમાં છે.
આ પણ વાંંચો: પ્રખ્યાત શાયર રાહત ઇન્દૌરીએ દુનિયાને કહ્યું અલવિદા, કોરોના સંક્રમણ બાદ થયું નિધન
લોકોની જાગૃતિ જ બીમારીનો ઉપાય
જો કોરોના સંક્રમણથી બચવું હોય તો એકમાત્ર ઉપાય એ જ છે કે, કામ વગર બહાર ન નીકળો અને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે કામ કરતા સરકારી કર્મચારીઓ અને સ્વયંસેવકોને સહકાર આપો. લોકોની જાગૃતિ જ આ બીમારીનો એકમાત્ર ઉપાય કહી શકાય છે.