ભરૂચ: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રણેતા ડો.પ્રવીણ તોગડિયાએ ભરૂચ (Pravin Togadia In Bharuch) ખાતે કાશ્મીર ફાઇલ્સ પિક્ચર (The Kashmir File Film) બાબતે નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે હાલની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (Antarrashtriya Hindu Parishad)ના પ્રણેતા ડો.પ્રવીણ તોગડિયા સાઉથ ગુજરાતના પ્રવાસ દરમિયાન ભરૂચ ખાતે આવ્યા હતા. ભરૂચ ખાતે તેમનું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો (Antarrashtriya Hindu Parishad Workers) દ્વારા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: 'કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મની લિન્ક આવે તો ઓપન ન કરતા, નહીં તો બેન્ક ખાતું થઈ જશે ખાલી, જાણો
કોંગ્રેસ કે ભાજપ કાશ્મીરી પંડિતોની ઘરવાપસી કરાવી શક્યાં નથી- ડો.પ્રવીણ તોગડિયાએ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ફિલ્મ એક સત્ય ઘટના પર બની છે અને 1990ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને મારી નાંખવામાં (kashmiri pandits genocide) આવ્યાં હતા અને 4 લાખથી વધુ કાશ્મીરી પંડિતોએ પલાયન (kashmiri pandit exodus) કરવું પડ્યું હતું. આ ઘટનાને 30 વર્ષ વિતી ગયાં છતાં પણ કેન્દ્રમાં 15 વર્ષ કોંગ્રેસ અને 12 વર્ષ ભાજપની સરકાર હતી છતાં પણ આ 30 વર્ષ દરમિયાન કોઈપણ સરકારે કાશ્મીરી પંડિતોને ઘરવાપસી (repatriation of Kashmiri Pandit) નથી કરાવી અને કાશ્મીરી પંડિતોને પોતાના મકાન કે જમીન પણ પછી આપવી શકી નથી.
મુસ્લિમ લોકો માટે 2 બાળકોનો કાયદો લાવવો જોઇએ- તેમણે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને એક રાજકારણ સાથે જોડાયેલો મુદ્દો ગણાવીને જણાવ્યું હતું કે, મુસ્લિમ લોકો માટે 2 બાળકોનો કાયદો લાવવો જોઈએ અને જો આ કાયદો નહીં બનાવવામાં આવે તો આવનારા 30 વર્ષમાં કાશ્મીર ફાઇલ્સની જેમ ભારત ફાઇલ્સ નામની પણ ફિલ્મ આવશે. જે કાશ્મીરી પંડિતો સાથે ઘટના બની છે જો એ જ ઘટના મુસ્લિમ લોકો જોડે બની હોત તો તેઓને ઘર અને જમીન ક્યારના મળી ગયાં હોત, પરંતુ કાશ્મીરી પંડિતો હિન્દુ હોવાના કારણે તેમને પોતાના ઘર કે જમીન પાછા મળી શકતા નથી.