- કોરોનાની ગાઈડ લાઇન અનુસાર ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો
- તમામ પરીક્ષા કેન્દ્રઓને સીસીટીવી કેમેરાથી સજ્જ
- શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ
ભરૂચ :કોરોના મહામારી વચ્ચે 7 કેન્દ્રો પર પી.આઈ. માટેની પરીક્ષા યોજાઇ હતી. જેમાં કોરોનાની ગાઈડ લાઇન અનુસાર ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.નવા વર્ષની શરૂઆત સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.
ભરૂચના 7 કેન્દ્રોના 65 બ્લોકમાં પરીક્ષાનું આયોજન
ભરૂચ જિલ્લાના 7 કેન્દ્રો પર પોલીસ ઇન્સપેક્ટર (બિન હથિયારધારી) વર્ગ-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના 7 કેન્દ્રોના 65 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1552 ઉમેદવારો નોધાયા હતા.પરીક્ષા પૂર્વે માસ્ક,સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાની ગાઈડ લાઇન અનુસાર ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.તમામ પરીક્ષા કેન્દ્રઓને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા. તો 238 જેટલા અધિકારીઓએ અને કર્મચારીઓએ પરીક્ષા દરમ્યાન ખડેપગે ફરજ બજાવી હતી.