ETV Bharat / state

ભરૂચમાં કોરોના વેક્સિનેશનના સેન્ટર ઓછા હોવાથી લોકોએ ધક્કા ખાવા પડે છેઃ કોંગ્રેસ

author img

By

Published : May 11, 2021, 1:25 PM IST

ભરૂચ જિલ્લામાં લોકોનું કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. જોકે, કેટલાક સેન્ટર પર વેક્સિનનો જથ્થો ઓછો હોવાના કારણે અને વેક્સિનેશન ઓછા હોવાના કારણે લોકોએ વેક્સિનેશન માટે ધક્કો ખાવાનો વારો આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. હવે આ બાબતે કોંગ્રેસના નેતાઓએ આરોગ્ય અધિકારીને અનેક પ્રશ્ન પૂછ્યા હતા. જોકે, કોંગ્રેસના નેતાઓના પ્રશ્નોથી કંટાળી આરોગ્ય અધિકારી ચેમ્બર છોડીને જતા રહ્યા હતા.

ભરૂચમાં કોરોના વેક્સિનેશનના સેન્ટર ઓછા હોવાથી લોકોએ ધક્કા ખાવા પડે છેઃ કોંગ્રેસ
ભરૂચમાં કોરોના વેક્સિનેશનના સેન્ટર ઓછા હોવાથી લોકોએ ધક્કા ખાવા પડે છેઃ કોંગ્રેસ

  • ભરૂચમાં કોરોના વેક્સિનેશન ધીમી ગતિએ ચાલી રહ્યું છે
  • વેક્સિનેશન માટે સેન્ટર અને વેક્સિનનો જથ્થો ઓછાઃ કોંગ્રેસ
  • કોંગ્રેસના નેતાઓએ જિલ્લા આરોગ્ય અધિકારીઓને કર્યા પ્રશ્નો
    કોંગ્રેસના નેતાઓએ જિલ્લા આરોગ્ય અધિકારીઓને કર્યા પ્રશ્નો

ભરૂચઃ શહેર તથા જિલ્લામાં એક તરફ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે તો બીજી તરફ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. શહેરના અમુક વિસ્તારોમાં વેક્સિનેશન સેન્ટર ઓછા હોવાની તથા સેન્ટર પર વેક્સિન ઓછા આવતાં હોવાથી લોકોને ધક્કા પડી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

આ પણ વાંચોઃ કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાય આપવા કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગ

જિલ્લા અધિકારી સવાલોથી ભાગી રહ્યા છેઃ કોંગ્રેસ

ફરિયાદના સંદર્ભમાં સોમવારે કોંગ્રેસના નગરસેવકો સલીમ અમદાવાદી, ઈબ્રાહિમ કલકલ, હેમેન્દ્ર કોઠિવાલા, શમશાદઅલી સૈયદ તથા અન્ય આગેવાનો નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા ગયા હતા. જિલ્લાના આરોગ્ય અધિકારીને કોંગ્રેસના પ્રતિનિધિમંડળે શહેરમાં કેટલા વેક્સિનેશન સેન્ટર ચાલી રહ્યા છે સહિતના સવાલોનો જવાબ માગતા અધિકારી ચેમ્બરની બહાર જતા રહ્યા હોવાનો કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો.

ભરૂચમાં કોરોના વેક્સિનેશન ધીમી ગતિએ ચાલી રહ્યું છે

આ પણ વાંચોઃ ધંધુકા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 21 લાખનો ચેક સામુહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકાને સુપરત કરાયો

કલેકટર આરોગ્ય અધિકારી પર કાર્યવાહી કરે: કોંગ્રેસ

નગરપાલિકામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા શમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના ફેલાઈ રહ્યો છે ત્યારે આરોગ્ય અધિકારી એક જવાબદાર વ્યકતિ હોવા છતાં તેમણે બેજવાબદારભર્યું વર્તન કર્યું છે. જિલ્લા કલેકટરે આ બાબતની નોંધ લઇ આવા અધિકારીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.