- NSUIએ ભરૂચની એસેન્ટ સ્કૂલ સામે બાંયો ચઢાવી
- સ્કૂલે વધુ ફી વસૂલતા NSUIએ સ્કૂલમાં કરી તાળાબંધી
- લાલચુ શાળા તગડી ફી વસૂલે છે, જે નિંદનીયઃ NSUI
ભરૂચઃ કોરોના કાળ દરમિયાન શાળા કોલેજ બંધ છે. આ સમયે સરકારે શાળાઓને વધુ ફી ન વસૂલવાની માર્ગદર્શિકા બહાર પાડી છે. છતાં કેટલીક શાળાઓ દ્વારા વધુ ફી વસૂલવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ભરૂચ એનએસયુઆઈના સભ્યોને માહિતી મળી હતી કે, અંકલેશ્વરની એસેંટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓએ પાસેથી વધુ ફી વસૂલવામાં આવે છે. આથી આજ રોજ એનએસયુઆઈના સભ્યોએ શાળા ખાતે હલ્લો બોલાવ્યો હતો અને શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. એનએસયુઆઈના સભ્યો દ્વારા શાળાના સંચાલકોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કેટલીક લાલચુ શાળા તગડી ફી વસૂલે છેઃ NSUI
આ અંગે એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો હોવા કેટલીક લાલચુ શાળાના સંચાલકો તગડી ફી વસૂલી રહ્યા છે, જે ખરેખર નિંદનીય છે ત્યારે જે જે શાળાઓ દ્વારા આવી ફી વસૂલવામાં આવતી હશે તેઓ સામે અમારું આંદોલન ચાલુ રહેશે.