ભરૂચઃ જિલ્લામાં છેલ્લા 1 સપ્તાહથી કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ નહી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા વધુ 62 સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર સાપડી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાઇરસનો કોઈ પોઝિટિવ કેસ નોધાયો નથી. ગત મંગળવારે અંકલેશ્વરના કોસમડીની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સતત 7 દિવસ સુધી કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ ન નોધાતા તંત્ર અને આરોગ્ય વિભાગે હાશકારો લીધો છે.
તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા રોજના સરેરાશ 50 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બુધવારના રોજ ભરૂચ જિલ્લામાં વધુ 62 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના કુલ 37 પોઝિટિવ કેસ પૈકી 3 દર્દીના મોત નિપજ્યા હતા. જ્યારે 29 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. તો જિલ્લના 5 દર્દીઓ સારવાર હેઠળ છે.