ભરૂચ: જિલ્લામાં કોરોનાનો પ્રચંડ વિસ્ફોટ થયો છે. ગુુરુવારના રોજ એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 38 પોઝિટિવ કેસ નોધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 559 પર પહોંચી છે.
ભરૂચ શહેર આને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ આગળ ધપી રહ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તાલુકા પ્રમાણે કોરોનાના પોઝિટિવ કેસની વિગતો પર નજર કરીએ તો ભરૂચમાં 17, અંક્લેશ્વામાં 13, જ્યારે આમોદ જંબુસર વાગરા અને હાંસોટમાં કોરોના વાઇરસના 2-2 પોઝિટિવ કેસ નોધાયા છે.
આ સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 559 પર પહોચી છે. જે પૈકી 15 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 321 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાના 223 દર્દી સારવાર હેઠળ છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં ચિંતાજનક સ્તરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે હવે લોકોને વધુ સાવચેત થવાની જરૂર છે. તો લોકો પણ નિયમોનું પાલન કરે એ માટે તંત્ર દ્વારા વધુ કડકાઈ અપનાવાઈ એ જરૂરી છે.