- બાઈકની હેરાફેરી કરતા બે આરોપી પકડાયા
- બાઇકો જંગલમાં છુપાવવામાં આવતા હતા
- પોલીસે 21 બાઇક સહિત 4.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચ : રાજપારડી પોલીસ મથકની ટીમ ગુરૂવાર પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સારસા ડુંગરથી રાજપારડી આવતા બાઇક ચાલકોને રોકી તપાસ કરતા દસ્તાવેજ મળી આવ્યા ન હતા. જે કારણે પોલીસે તેમની અટકાયત કરી કડક પૂછપરછ કરતા બન્ને આંતરરાજ્ય બાઇક ચોર ટોળકીના સાગરીતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ભરૂચ ઉપરાંત સુરત સહિતના જિલ્લાઓમાંથી બાઇક ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે પાંચ જેટલી ઘરફોડ ચોરીમાં શામેલ આરોપીને ઝડપ્યો
ચોરી બાદ બાઇક અલીરાજપુરના જંગલમાં છૂપાવતા હતા
આરોપીઓ બાઈકની ચોરી કરી મધ્યપ્રદેશ લઈ જતા હતા. જે બાદમાં બાઇકને અલીરાજપૂરના જંગલમાં સંતાડી દેતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કુલ 6 પૈકી 2 આરોપી કરણ તોમર અને પિન્ટુ તોમરની ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીની 21 બાઇક સહિત રૂપિયા 4.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.