ભરૂચ: 21 જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કર્યા બાદ આખા દેશમાં તેની ઉજવણી થાય છે જેને લઈને આ વખતે પણ અનેક શહેરોમાં આ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ભરૂચ શહેરમાં વિશ્વ યોગ દિવસની તૈયારીઓ પૂર (Yoga Day Celebration In Bharuch) જોશમાં ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ થ્રીલ એડિકટ અભિયાન, શું થશે કામગીરી જાણો
આઇકોનીક આયોજન: ભરૂચ જિલ્લામાં યોગદિવસ માટે 75 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 21 જૂન વિશ્વ યોગ દિવસે ભરૂચ જિલ્લો 3 સ્થળે આઇકોનીક આયોજન કરી ભારતભરમાં છવાઈ જશે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, ઐતિહાસિક ગિલ્ડન બ્રિજ, 8 લેન એક્સપ્રેસ વે અને કબીરવડ ખાતે આઇકોનીક આયોજન કરવામાં (bharuch celebration iconic vishwa yog divas) આવ્યું છે.
આ પણ વાંચો: અને આ રીતે રાજેન્દ્રભાઈને દિકરાના વિયોગે બનાવ્યા 3000 બાળકોના પાલક પિતા
રેકોર્ડ બ્રેક હાજરી નોંધાવવા પ્રયત્ન: શાળા-કોલેજો અને સંસ્થાઓ પણ કરવામાં આવશે યોગદિવસની ઉજવણી જેમાં 70 હજાર જેટલા બાળકો અને 2 થી 3 લાખની પ્રજા આ કાર્યક્રમમાં જોડાશે. નદીમાં પણ ફ્લોટિંગ નાવડીઓ મૂકી નયનરમ્ય યોગ નિદર્શનથી ભરૂચ દેશમાં તેની રેકોર્ડ બ્રેક હાજરી નોંધાવવા પ્રયત્ન કરશે. આ તમામ ઇવેન્ટોને ડ્રોનથી કંડારી આ અદભુત નજારો અને ક્ષણ દેશભરમાં નોંધપાત્ર બને તેવા તમામ પ્રયત્નો જિલ્લાનું પ્રશાસન કરી રહ્યું છે.