- ભરૂચ અંકલેશ્વર પર જેસીબીએ 2 યુવાનોને કચડી નાખ્યા
- બંને યુવાનો છાપરા પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા
- જેસીબીના ડ્રાઈવરે બેફામ અને પૂરઝડપે બાઈકને મારી ટક્કર
ભરૂચઃ ભરૂચ-અંકલેશ્વર વચ્ચે છાપરા પાટિયા પાસે પૂરઝડપે આવતી જેસીબી ટ્રકે એક બાઈકને અડફેટે લીધું હતું. જેસીબીની ટક્કર વાગતા બાઈક પર સવાર બંને યુવાનોનું મોત થયું હતું. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં આવેલા યોગેશ્વર કોમ્પ્લેક્સમાં રહેતો 19 વર્ષીય સુનીલ વસાવા અને રામકુંડ નજીક રહેતો 19 વર્ષીય ભાવિન ઉર્ફે મોન્ટી પરમાર ગઈકાલે રાત્રે ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા છાપરા પાટિયા નજીક બાઈક નંબર જીજે 16 સીક્યૂ 9188 પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે અને બેફામ આવતા જેસીબી મશીન જીજે 6 જેએફ 1217ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.
![ભરૂચમાં જેસીબી મશીનના ડ્રાઈવરે 2 યુવાનોને કચડી નાખ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9297620_accident_gjc1010.jpg)
ટક્કર વાગવાથી બંને યુવાનો રસ્તા પર પટકાયા
ટક્કર વાગતા બાઈકચાલકે બાઈક પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને બંને યુવાનો રસ્તા પર પટકાયા હતા અને બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલમાં જેસીબી મશીનના ડ્રાઈવરની શોધખોળ ચાલુ છે.