ભરૂચઃ શહેરમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા તમામ SRPના જવાનો સ્વસ્થ થયા છે. આજે વધુ એક જવાનને સ્પેશ્યલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ભરૂચમાં કોરોના વાયરસની સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી અંશત:કાબુમાં છે. તો બીજી તરફ દર્દીઓનો રીકવરી રેટ પણ ઉંચો જોવા મળી રહ્યો છે. વડોદરા ખાતે ફરજ નિભાવવા ગયેલા વાલિયા રુપનગર એસ.આર.પી.કેમ્પના જવાન જંયતિલાલ ભૂતને કોરોનાનું સંક્રમણ લાગ્યુ હતું. આથી તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જયાબહેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સાજા થતા આજરોજ રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે તેઓને ઘરે રવાના કર્યા હતા.
ભરૂચ જીલ્લામાં એસ.આર.પીના ત્રણ જવાનો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. જે તમામ જવાને કોરોનાને માત આપી છે. તો આ તરફ ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસના કુલ 37 પોઝેટીવ કેસ પૈકી ૩ દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે ૨૯ દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. તો જિલ્લના 5 દર્દીઓ સારવાર હેઠળ છે.