ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 10 વર્ષ બાદ (Bharuch Bauda Town) આજે તવરાની પેહલી 5 ટાઉન પ્લાનિંગ સ્કીમના સૂચિત મુસદા માટે ઓનર્સ મીટ મળી (Honors Meet in bharuch) હતી. ઝાડેશ્વર નર્મદા કોલેજ ખાતે બૌડા દ્વારા તવરા ગામ વિસ્તારવાળી મુસદ્દારુપ નગર યોજના રચનાની 5 ટીપી સ્કીમ માટે જમીન માલિકો સાથે ઓનર્સ મીટનું આયોજન વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, બૌડાના ચેરમેન અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તવરા ગામ વિસ્તારની સૂચિત મુસદ્દારૂપ યોજનાના નકશાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. (Bharuch Bauda Town Planning Scheme)
40 ટકા કપાત સામે 400 ટકા વળતર બૌડાના ચેરમેન અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મંજૂર થયેલા નગર વિકાસ યોજનાઓનો આયોજન બધ્ધ રીતે વિકાસ કરાશે તેમ જણાવ્યું હતું. અમદાવાદમાં જે રીતે વિકાસ થયો છે તે વિકાસ ભરૂચમાં કેમ ન થાય તેમ જણાવતાં તેમણે આગામી પાંચથી દસ વર્ષમાં ભરૂચ-અંકલેશ્વર સૌથી મોડલ સ્થળ બને તે માટે પ્લાનિંગથી કામ કરાશે. 40 ટકા કપાત સામે જમીન માલિકોને 400 ટકાનું વળતર અપાવી આ આયોજનને સાર્થક ગણીશું તેમ કહ્યું હતું. (Bharuch Proposed Draft Town Planning Plan)
ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા સાથો સાથ અંકલેશ્વરમાં પણ આગામી સમયમાં પાંચ ટી.પી. આપીશું અને જે સમરસ ટી.પી. બને તે માટે દરેક સભ્ય સહકાર આપે તેમ જણાવ્યું હતું. તવરામાં સૂચિત 5 ટીપી સ્કીમ આવવાથી લોકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા સાથે પહોળા રસ્તા, ડ્રેનેજ, પીવાનું પાણી, બગીચા, શાળા, હોસ્પિટલો મળશે. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ તવરા વિસ્તાર માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ બૌડા દ્વારા જે ટી.પી. સ્કીમ મંજૂર કરેલ છે તેના આયોજનને બિરદાવ્યા હતા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. (5 Town Planning Scheme in Bharuch)
જમીન માલિકોમાં આંતરિક કચવાટ બૌડાના મુખ્ય કારોબારી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલે તવરા ગામ સૂચિત મુસદ્દારૂપ યોજનાના આયોજનનો ઉદ્દેશ સમજાવ્યો હતો. જોકે 40 ટકા કપાતનો લઈ ખેડૂતો અને જમીન માલિકોમાં આંતરિક કચવાટ જોવા મળ્યો હતો. હવે કેટલા વાંધા સૂચનો આવે છે અને આગળ તેનો વિરોધ થાય છે કે નહીં તે તો આગામી સમયમાં બહાર આવશે. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયતના સભ્ય ભાવના વસાવા, જુના તવરાના સરપંચ નારસંગ વસાવા, નવા તવરાના સરપંચ સંજય પટેલ, બૌડાના અધિકારિયો, લેન્ડ ઓનર્સ, આગેવાનો, ડેવલોપર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (Tawara Village Proposed Draft Plan)