ETV Bharat / state

ભરૂચમાં ભારે વરસાદથી અનેક ગામો બોટમાં ફેરવાયા, 3 હજાર લોકોનું સ્થળાંતર કરાયું - rainfall in bhruch

ભરૂચઃ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે 3 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાવામાં આવ્યા છે. તેમજ નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાતા નદી કાંઠે આવેલા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયાં છે. સાથે જ બચાવ અને રાહત કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવી છે.

ETV BHARAT
author img

By

Published : Sep 11, 2019, 9:25 PM IST

છેલ્લા બે દિવસથી વરસી રહેલાં વરસાદના કારણે ભરૂચ પાણીમાં ગરકાવ થયું છે. નમર્દાની જળ સપાટી 38 પહોંચી છે. જેથી નર્મદા નદીના કાંઠે આવેલા અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ, ખાલાપિયા, સરફૂદ્દીન, જૂના દીવા ઝઘડિયાના જૂના જરસાડ, પોરા, તરસાલી અને ભરૂચના શુકલતીર્થ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળ્યાં છે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોની સ્થિતિ કફોળી બની હતી. આ પરિસ્થિતી દરમિયાન સ્થાનિક તંત્રએ ખડેપગે રહીને 3000 લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. હાલ, બચાવ કામગીરીની પ્રક્રિયા યથાવત છે.

Intro:ભરૂચ નજીક નર્મદા નદીમાં પુરની પરિસ્થિતિનાં પગલે અનેક ગામો બેટમાં ફેરવાયા,૩ હજાર લોકોનું સ્થળાંતર Body:ભરૂચ નજીક નર્મદા નદીમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અનેક ગામોમાં પુરના પાણી ઘુસી ગયા છે અને તંત્ર દ્વારા ૩ હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે Conclusion:ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોધાઇ રહ્યો છે અને નદીની સપાટી ૩૨ ફૂટ થઇ છે ત્યારે નદી કાંઠે આવેલા અનેક ગામો બેટમાં ફેરવાયા છે.અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ,ખાલાપિયા,સરફૂદ્દીન,જુના દીવા તો ઝઘડિયાના જુના જરસાડ,પોરા,તરસાલી અને ભરૂચના શુકલતીર્થ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે જેના કારણે ગામ લોકોની હાલત કફોડી બની છે.તંત્ર દ્વારા જીલ્લામાંથી ૩ હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.