ETV Bharat / state

ગુજરાત-મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદની આગાહી, નર્મદા નદીમાં ઘોડાપૂરના એંધાણ - ગુજરાત

ભોપાલ/નર્મદા/ભરૂચઃ ગુજરાતમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી 4.5 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. હાલ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શાળા-કોલેજમાં રજા રાખવાના આદેશ આપી દેવાયા છે. જેથી ગુજરાતમાં નર્મદા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવી શકે છે.

gujarat
author img

By

Published : Sep 9, 2019, 10:11 AM IST

Updated : Sep 9, 2019, 10:17 AM IST

ઉપરવાસમાંથી 6,61,579 ક્યુસેક પાણીની આવક થતા સપાટી ઘટાડવા તંત્રએ કવાયત કરી છે. પાણી આવક સામે 23 દરવાજા 3.6 મીટર ખોલી 6,00,358 ક્યૂસેક પાણી નર્મદામાં છોડાયું છે. હાલ ડેમની સપાટી 136.02 મીટર છે. અત્યાર સુધી સપાટી 136.22 મીટરે હતી, જ્યાંથી ઘટાડી 136.02 કરવામાં આવતા નર્મદા બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીના કાઠાંના 26 જેટલા ગામોને હાઈ એલર્ટ કરી તંત્ર દ્વારા રાહતની ટીમ ખડકી દેવાઈ છે. હાલ ડેમમાં 4870 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. નર્મદા નદીમાં 6 લાખ ક્યૂસેક પાણી છોડાતા ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 19.25 ફૂટે પહોંચી છે. જો કે, નર્મદા નદી 24 ફૂટની ભયજનક સપાટી વટાવે એવી સંભાવના છે. જેથી નદી કાંઠાના ગામ લોકોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર

ગુજરાતની વાત કરીએ તો ફરી એકવાર આગામી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભરે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, રાજ્યમાં મોસમમાં સરેરાશ 108 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર સોમવાર અને મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયામાં પૂર ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયામાં ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

જોકે, છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત રહી છે. ગત રોજ વલસાડના ઉમરગામમાં 4 ઇંચ, કપરાડામાં અઢી ઇંચ, ધરમપુરમાં એક ઇંચ, પારડી અને વાપીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથમાં પણ 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદના કારણે જિલ્લાનાં તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભાદરવો ભરપૂર થવાના લીધે જિલ્લાના બે મોટા ડેમ અને એક ચેકડેમ ઓવરફ્લો થયો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયાં છે.

Intro:Body:

ગુજરાત-મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદની આગાહી, નર્મદા નદીમાં ઘોડાપૂરના એંધાણ

ભોપાલ/નર્મદા/ભરૂચઃ ગુજરાતમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી 4.5 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. હાલ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શાળા-કોલેજમાં રજા રાખવાના આદેશ આપી દેવાયા છે. જેથી ગુજરાતમાં નર્મદા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવી શકે છે.

ઉપરવાસમાંથી 6,61,579  ક્યુસેક પાણીની આવક થતા સપાટી ઘટાડવા તંત્રએ કવાયત કરી છે. પાણી આવક સામે 23 દરવાજા 3.6 મીટર ખોલી 6,00,358 ક્યૂસેક પાણી નર્મદામાં છોડાયું છે. હાલ ડેમની સપાટી 136.02 મીટર છે. અત્યાર સુધી સપાટી 136.22 મીટરે હતી, જ્યાંથી ઘટાડી 136.02 કરવામાં આવતા નર્મદા બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીના કાઠાંના 26 જેટલા ગામોને હાઈ એલર્ટ કરી તંત્ર દ્વારા રાહતની ટીમ ખડકી દેવાઈ છે. હાલ ડેમમાં 4870 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. નર્મદા નદીમાં 6 લાખ ક્યૂસેક પાણી છોડાતા ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 19.25 ફૂટે પહોંચી છે. જો કે, નર્મદા નદી 24 ફૂટની ભયજનક સપાટી વટાવે એવી સંભાવના છે. જેથી નદી કાંઠાના ગામ લોકોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. 

ગુજરાતની વાત કરીએ તો ફરી એકવાર આગામી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભરે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, રાજ્યમાં મોસમમાં સરેરાશ 108 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર સોમવાર અને મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયામાં પૂર ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયામાં ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

જોકે, છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત રહી છે. ગત રોજ વલસાડના ઉમરગામમાં 4 ઇંચ, કપરાડામાં અઢી ઇંચ, ધરમપુરમાં એક ઇંચ, પારડી અને વાપીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથમાં પણ 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદના કારણે જિલ્લાનાં તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભાદરવો ભરપૂર થવાના લીધે જિલ્લાના બે મોટા ડેમ અને એક ચેકડેમ ઓવરફ્લો થયો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયાં છે.

Conclusion:
Last Updated : Sep 9, 2019, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.