ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં દોઢ માસમાં 75 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો - ભરૂચ પોલીસ

ભરૂચ LCB પોલીસે એક જ રાતમાં નેત્રંગ તાલુકામાં વિદેશી દારૂ ભરેલી વૈભવી કાર બાદ ટ્રકમાં વિપુલ માત્રમાં ભરી લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પોલીસે એક શખ્સને રૂપિયા 39.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક જ રાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે વાહનો પકડી પાડ્યા

author img

By

Published : Mar 7, 2021, 2:32 PM IST

  • ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગની રાજપારડી ચોકડી નજીકથી વિપુલ માત્રમાં લઈ જવાતા વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
  • પોલીસે 29.35 લાખનો વિદેશી દારૂ,ટ્રક મળી કુલ 39.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • એક જ રાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે વાહનો પકડી પાડ્યા

આ પણ વાંચોઃ જસદણમાંથી પોલીસે ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી

વિદેશી દારૂની હેરાફેરી

ભરુચઃ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિબંધિત ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર અસરકાર કામગીરી કરી પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા આપેલી સૂચનાઓને આધારે ભરુચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB)ની ટીમ નેત્રંગની રાજપારડી ચોકડી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ટ્રક આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના 626 નંગ બોક્ષ, મોબાઈલ ફોન તેમજ રોકડા 7 હજાર અને 10 લાખની ટ્રક મળી કુલ 39.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હરિયાણાના સિરસા ખાતે રહેતા ટ્રક ચાલક કુલદીપસિંગ અર્જુનસિંગ જૈબસિંગ સોનીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના વિરુધ્ધ નેત્રંગ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં દોઢ માસમાં 75 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચોઃ અરવલ્લી પોલીસ બની બુટલેગર, ઝપ્ત કરેલો દારૂ વેચતી હતી પોલીસ

દોઢ માસમાં 75 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

અત્રે ઉલ્લેખનીય છે કે ભરુચ એલસીબી પોલીસે દોઢ માસમાં વિદેશી દારૂના 6 કેસ શોધી કાઢી ચાર ટ્રક, એક વૈભવી કાર અને છોટા હાથી, ટેમ્પો મળી 45.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે 83.12 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.