ભરૂચ: ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલ કેમોકસ ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ(fire at Chemox Pharma Company in Bharuch) નીકળી હતી. આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. જો કે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ: ઔધોગિક એકમોથી ભરપુર એવા ભરૂચ જિલ્લામાં અવારનવાર એકમોમાં આગ લાગવાની બાબતો સામે આવતી હોય છે. દહેજ , અંકલેશ્વર , સહિત ઝઘડિયા જેવા વિસ્તારોમાં આવેલ કંપનીઓમાં આગ લાગવાની બાબત જાણે કે છેલ્લા બે માસથી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં વધુ એક ઘટના દહેજ ખાતેથી સામે આવી છે. ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલ કેમોકસ ફાર્મા કંપનીમાં સાંજના સમયે અચાનક બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. તમામ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.
3 કામદારો દાઝ્યા: ઘટના અંગેની જાણ નજીકના ફાયર વિભાગમાં કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધીમાં દેખાઈ દેતા આસપાસના લોકોમાં જીવ પણ તાળવે ચોટ્યા હતા. જો કે ફાયર વિભાગની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. 3 જેટલા કામદારો ગંભીર રીતે ઘાયલ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. (3 workers seriously injured) સોલ્વન્ટ રિકવરી કરતી વેળાએ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. જો કે જાનહાનિની કોઈ ઘટના સામે આવી નથી.