ETV Bharat / state

ભરૂચમાં ઉત્કર્ષ સમારોહમાં કઇ કઇ યોજનાના લાભ વિતરણ થયાં તે જાણો માર્ગ અને મકાનપ્રધાન પાસેથી - Road and Housing Minister Purnesh Modi

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપક્રમે ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર (Utkarsh Samaroh in Bharuch ) ઉત્કર્ષ સમારોહ યોજાયો હતો. જ્યાં લાભાર્થીઓ સાથે (Ankleshwar Industries Association Utkarsh Samaroh) પીએમ મોદીએ યોજનાઓને લઇને વાતચીત (PM Modi emotional) કરી હતી.

ભરૂચમાં ઉત્કર્ષ સમારોહમાં કઇ કઇ યોજનાના લાભ વિતરણ થયાં તે જાણો માર્ગ અને મકાનપ્રધાન પાસેથી

author img

By

Published : May 12, 2022, 5:51 PM IST

ભરુચ- ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર યોજાયેલા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉત્કર્ષ સમારોહ અંતર્ગત રાજ્ય સરકારની ગંગાસ્વરૂપ બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યા હતાં.

લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિતરણ

વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત કરતાં પીએમ મોદી -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લાના ત્રણ જેટલા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ (PM Modi spoke to three beneficiaries in a virtual dialogue) કર્યો હતો. જેમાં તેઓએ યોજનાઓના લાભ અંગેના અનુભવ અને તેના ફાયદા વિષે માહિતી મેળવી હતી. ભરૂચના વાગરાના વતની અને 15 વર્ષથી પોતાની આંખની રોશની ગુમાવી ચૂકેલા ઐયુબભાઈ ઇબ્રાહીમભાઈ પટેલ સાથેના સંવાદમાં (PM Modi talk with Ayubbhai Ibrahimbhai Patel) પીએમ નરેન્દ્ર મોદી વાતચીત કરતાં કરતાં ભાવુક થયા હતાં. તો કાર્યક્રમ સ્થળે પણ ઐયુબભાઈ અને તેઓના પુત્રી આલિયા પીએમ સાથે વાત કરતાં કરતાં ભાવુક થયાં હતાં.

આ પણ વાંચોઃ ભરૂચના વ્યક્તિએ વડાપ્રધાન મોદીને એવું તો શું કહ્યું કે થયા ભાવુક, જૂઓ વીડિયો...

કોંગ્રેસ પર કટાક્ષ - પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકાર અને ભરૂચના વહીવટી તંત્રએ ઉત્કર્ષ યોજનામાં કરેલા 100 ટકા કામની પ્રશંસા કરી અભિનંદન પણ પાઠવ્યા હતાં. પીએમ મોદીએ ભરૂચના તેઓના જૂના મિત્રોને પણ યાદ કર્યા હતાં અને વર્ષો પહેલા ભરૂચમાં તેઓની ઉપસ્થિતિની યાદોને તાજી કરી હતી. ભરૂચના મુક્તિનગર, પાંચબત્તી, લલ્લુભાઇનો ચકલો જેવા વિસ્તારોના પહેલાના રસ્તાઓ વિશેનો ઉલ્લેખ પણ કર્યો હતો. શક્તિનગર વિસ્તારમાં થયેલ તેઓની સભા અને તેમાં ઉમટેલી ભીડને યાદ કરી તેઓએ કોંગ્રેસ હવે ભરૂચ જિલ્લામાં નહીં જીતે તેમ પત્રકારો સાથે કરેલી વાતને તાજી કરી વર્તમાન સમયમાં કોંગ્રેસની એ જ દશા ભરૂચમાં છે તેવો કટાક્ષ (PM Modi sarcasm on Congress) પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ PM Modi Gift to Queen : પીએમ મોદીએ ડેનમાર્કની રાણીને જે આર્ટ પીસ ભેટમાં આપ્યું તેની કળાકારીગરી વિશે જાણો છો?

ભરુચમાં થઇ રહેલાં કાર્યો- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના વર્ચ્યુઅલ સંબોધનમાં ભરૂચ, અંકલેશ્વર વર્તમાન સમયમાં ટ્વીન સીટી તરીકે નિર્માણ થયું છે તેમ પણ જણાવ્યું હતું. સાથે જ તેઓએ વડોદરા, મુંબઈ એક્સપ્રેસ વે, ભાડભુત બેરેજ યોજના બુલેટ ટ્રેન પ્રોજેકટ સહિતના કાર્યો ઝડપી થઇ રહ્યા છે તે બદલ મુખ્યપ્રધાનને પણ અભિનંદન પાઠવ્યાં હતાં. ભરૂચ ખાતે યોજાયેલ ઉત્કર્ષ યોજના સમારંભમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ભરૂચ ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી(Road and Housing Minister Purnesh Modi) , જિલ્લા ભાજપના તમામ ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિત લાભાર્થીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.