ભરૂચઃ જિલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે અને કમભાગી દર્દીઓના મોત પણ થઇ રહ્યાં છે. આ દર્દીઓના મોત બાદ કરવામાં આવતી અંતિમક્રિયા માટે પ્રશ્નો ઉભા થયા છે.
સ્મશાન ગૃહના ટ્રસ્ટીની માગ
- કોરોના સંક્રિમિત મૃતદેહોની અંતિમક્રિયા અલગ કરવામાં આવે
- કોરોના સંક્રમિત મૃતદેહો માટે અલગ સ્મશાન ગૃહની માગ
- સ્માશાન ગૃહ માનવ વસાહત વચ્ચે આવેલું હોવાથી કોરોના સંક્રમણનો ખતરો
- કોરોના સંક્રમણની સ્થાનિકોમાં ભીતિ
2 દિવસ અગાઉ જંબુસરના દર્દીનું મોત નીપજતા તેમની અંતિમક્રિયા ભરૂચ અંકલેશ્વરના સ્મશાનગૃહમાં કરવામાં આવી નહોતી. કારણ કે, અંકલેશ્વરમાં રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ અને ભરૂચના દશાશ્વ મેઘ ઘાટ સ્થિત સ્મશાન ગૃહ માનવ વસાહતો વચ્ચે આવેલા છે. જેથી અહીંયા કોરોના સંક્રમિત મૃતદેહની અંતિમ ક્રિયા કરવાથી આસપાસમાં વસવાસ કરતા લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે.
આ અંગે અંકલેશ્વરના શાંતિધામ રોટરી સ્મશાન ગૃહના ટ્રસ્ટી હરીશ જોશીએ તંત્રને રજૂઆત કરી કોરોનાગ્રસ્ત મૃતકની અંતિમક્રિયા માટે ભરૂચ અંકલેશ્વર વચ્ચે અલગથી સ્મશાન ઉભું કરવાની માગ કરી છે.