ભરૂચ નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક બલદેવા ડેમમાં કાર (Accident case in netrang) ખાબકતા એક જ પરિવારના ત્રણના મૃત્યુ નિપજ્યાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે.ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલા બલદેવા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં ઓવરફ્લો સ્થિતિમાં વહી રહ્યો છે, ડેમમાં ભરપુર માત્રામાં પાણીની આવક થતા ડેમ આસપાસના વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેને નિહાળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ (Accident case in Bharuch) આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે, જોકે ગત મોડી સાંજે વસાવા પરિવારની ખુશીની પળો માતમમાં છવાઈ હતી.
આ પણ વાંચો વાસદ ચોકડી પર અકસ્માત, નેશનલ હાઈવે 48 પર આઈઆરબી ડમ્પરની ટક્કરથી યુવાનનું મોત
શું હતી ઘટના ગત સાંજના સમયે બલદેવા ડેમ ખાતે ફરવા માટે ગયેલા નેત્રંગના ગોકુલધામ સોસાયટીમાં રહેતા સંદીપ લવધન વસાવા તેમજ તેઓની પત્ની કે જેઓ તલાટી તરીકે ફરજ બજાવતા હતા. યોગીતાબેન સંદીપ વસાવા અને તેઓની ચાર વર્ષીય પુત્રી માહી સંદીપ વસાવા ડેમની મુલાકાત લીધા (Cars stalling in Baldeva Dam) બાદ મોડી સાંજે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન માર્ગ ઉપર પડેલા ખાડો બચાવવા જતા બેકાબુ કાર ડેમના પાણીમાં ખાબકી હતી.
આ પણ વાંચો જર્જરિત મકાને ઘસઘસાટ ઊંઘતા વૃદ્ધ મહિલાનો લીધો ભોગ
અકસ્માત મૃત્યુ ગુનો અચાનક ડેમના પાણીમાં ખાબકેલી કારમાં સવાર પરિવારના સભ્યો કંઈક સમજે પહેલા જ તેઓને ગંભીર ઇજાઓના પગલે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજતા આસપાસના ગ્રામજનો સહિત નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ ત્રણેય મૃતકોની મૃતદેહનો કબજો લઈ તેઓને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે અકસ્માત મૃત્યુ અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની (Death car accident in netrang) કાર્યવાહી હાથધરી હતી.Accidental death in Gujarat, Car accident in Ramanpura Baldeva Dam