ભરૂચ જિલ્લાની ઝગડિયા બેઠક (Jhagadia Assembly Constituency) પર વસાવા પરિવારનો પરિવારવાદ સામે આવ્યો છે. આ બેઠક (Jhagadia Assembly Constituency) પરથી બીટીપીના નેતા મહેશ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે તેમના પિતા અને વરિષ્ઠ નેતા છોટુ વસાવાએ (BTP Chhotubhai Vasava) અહીંથી જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી. એટલે હવે પિતા પૂત્ર વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
એક બેઠક પર પિતા પુત્ર સામસામે ગુજરાતની ચૂંટણી પહેલા ટ્રાઈબલ બેલ્ટમાં પોતાની મજબૂત પકડ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો (Bharatiya Tribal Party Gujarat) પરિવારવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાર્ટીની સત્તાવાર યાદીમાં જાહેર કરાયેલી પૂત્રની વિધાનસભા સીટ પરથી હવે પિતા સોમવારે નામાંકન ભર્યું હતું. તેની પર સૌની નજર હતી.
અવનવા ખેલ સામે આવ્યા ગુજરાતની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) રોજ અવનવા ખેલ જોવા મળી રહ્યા છે. તેમાંય ખાસ કરીને થોડાક સમયમાં આંતરે ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો પરિવારવાદ છલકાઇને સામે આવી રહ્યો છે. તાજેતરમાં બીટીપીના સુપ્રિમો છોટુ વસાવાએ (BTP Chhotubhai Vasava) પાર્ટીનું જેડીયુ સાથેના ગઠબંધનની જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાત બાદ છોટુભાઇ વસાવાના પુત્ર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે અન્ય પક્ષ સાથે જોડાણની વાતો નકારી કાઢી હતી. ત્યારબાદ પાર્ટીમાં (Bharatiya Tribal Party Gujarat) ચાલતો પરિવારવાદ ખૂલ્લો પડ્યો હતો.
સૌની નજર આ ઘટના બાદ છોટુભાઇ વસાવાની સીટ પરથી પૂત્ર મહેશ છોટુભાઇ વસાવાને (BTP Chhotubhai Vasava) ઉમેદવારી કરવા માટે પસંદ કર્યા હોવાની યાદી જાહેર કરી હતી. આ અંગે છોટુભાઇ વસાવાએ કંઇ કહેવાનું ટાળ્યું હતું. છોટુ વસાવાએ ટ્વિટ કરીને ઉમેદવારી પત્ર ભરવાની જાહેરાત કરતાં સૌ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. જોકે, બીટીપીમાંથી આ અંગે તેમણે કોઈ ખૂલાસો કર્યો નથી. આ મામલે હવે પિતા પુત્ર સામસામે આવી ગયા છે તે વાત નક્કી છે. હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.