ભરૂચ ભાજપના સહકારથી દેશની અંદર આપ બધાનો બાપ થવા માંગે છે. એ વાત શક્ય નથી. BTP સુપ્રીમો છોટુ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટી (Bhartiya Tribal Party) BTPએ આમ આદમી પાર્ટી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેહલા જ રચનારા ગઠબંધનને તોડી નાખ્યું છે. હાલ આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે જ ઝઘડિયાના ધારાસભ્ય અને BTP સુપ્રીમો છોટુ વસાવાએ આ જાહેરાત કરી છે.
આપ પાર્ટી સાથેના ગઠબંધનને તોડી નાંખ્યા અરવિંદ કેજરીવાલે BTP સાથે જોડાણમાં શરત મૂકી હતી કે, ગુજરાતમાં BTPએ આપ પાર્ટીના ચિન્હ ઝાડૂ (AAP Party Symbol) અને આપ પાર્ટીની ટોપી પર જ ચૂંટણી લડવી પડશે. જે BTPના સર્વે છોટુ વસાવાને મંજૂર ન હોવાથી તેઓએ આપ પાર્ટી સાથેના ગઠબંધનને તોડી નાખવાની જાહેરાત (BTP announced breaking alliance with AAP) કરી દીધી છે. આદિવાસીઓના મસીહા અને ઝઘડિયા MLA (MLA of Jhagadia) છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, આપ બધાનો બાપ થવા માંગે છે. ભાજપના સહકારથી આપ બધાનો બાપ થવા માંગે છે દેશની અંદર. તે વાત શક્ય નથી.
અમે અમારી પોતાની પાર્ટી બનાવીશું ટોપીવાળાઓએ પાઘડીવાળા અમારા ઉપર જે ઝૂલમ ગુજાર્યો કે ગુજારવા માંગે છે. અમે પાઘડીવાળા આ ટોપીવાળાઓનો ગુજરાત અને દેશમાં વિરોધ કરવાના છીએ. આગળની રણનીતિમાં BTP સુપ્રીમો એ કહ્યું હતું કે, અમારી સાથે OBC છે, માઈનોરિટી છે અને 12થી 15 કરોડ આદિવાસીઓ છે. અમે અમારી પોતાની પાર્ટી બનાવીશું. જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈ તેમને હાલ કોઈ શક્યતા નથી. સમય સંજોગો જોઈ આગળ વિચારાશે તેમ અંતમાં કહ્યું હતું.
BTP આપ સાથેના ગઠબંધનને લઈ મક્કમ BTP અગાઉ કોંગ્રેસ, AIMIM (All India Majlis e Ittehadul Muslimeen) સાથે પણ જોડાણ કરી ચુકી (BTP alliance with AIMIM) છે. BTP આગળ ચૂંટણી સમયે કોંગ્રેસ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIM સાથે પણ જોડાણ કરી ચુકી છે. થોડા મહિના પહેલા જ આપ અને BTPના જોડાણની જાહેરાત વચ્ચે ઝઘડિયા અને દિલ્હીમાં બેઠક મળી હતી. જોકે ટિકિટ, બેનરને લઈ પહેલેથી જ BTP આપ સાથે જોડાણમાં પોતાની શરતો પર ગઠબંધનને લઈ મક્કમ હતું.