ભરૂચ: દહેજની ભારત રસાયણ કંપનીમાં (Blast Dahej Bharat Chemical Company) મંગળવારે બપોરે 3 કલાકના અરસામાં બ્લાસ્ટ અને ફાયરની ઘટનાના 48 કલાક બાદ પણ હજી 36 ઈજાગ્રસ્ત કામદારો પૈકી 13 સારવાર હેઠળ જ્યારે 4 ICU માં છે. બે હતભાગી કામદારોના મોતમાં ગુરુવારે પરિજનોએ મૃતદેહ સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દેતા કંપની સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી. સ્વજનને ગુમાવવાનું દુઃખ વચ્ચે વળતરનો વિવાદ કલાકો સુધી ચાલ્યો હતો.
આ પણ વાંચો: દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 7 લોકો સામે ગુનો નોંધાયો
મૃતકના પરિવારને રૂપિયા 25 લાખ આપવાનું જાહેર : બુધવારે કંપની દ્વારા ૩ મૃતકોના પરિજનોને રૂપિયા 15 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આજે વળતરને લઈ વિવાદ થતા ભારત રસાયણ કંપનીએ વળતર વધારી રૂપિયા 25 લાખ આપવાનું જાહેર કર્યું છે.
13 કામદારો સારવાર હેઠળ : બાળકોનો ભણવાનો ખર્ચ તેમજ ઇજાગ્રસ્તોની સંપૂર્ણ સારવારનો ખર્ચ વહન કરવા અને પગાર ચાલુ રાખવાની પણ ખાતરી અપાઈ છે. ઘટનાને 48 કલાકનો સમય થઈ ગયો છે. જેમાં 17 કામદારો સ્વસ્થ થતા રજા અપાઈ છે. જ્યારે હજી પણ ICU માં 4 થી વધુ ઇજાગ્રસ્ત કર્મચારી સહિત કુલ 13 કામદારો સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: દહેજની યશસ્વી બ્લાસ્ટ ઘટનામાં મૃત્યુ આંક વધીને 10 થયો