- દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય
- તહેવારોમાં બસની વધુ 500 ટ્રીપ દોડાવામાં આવશે
- પ્રવાસીઓની સુવીધામાં કરાયો વધારો
ભરૂચઃ રાજ્યમાં દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકોને આવન જાવન કરવામાં મુશ્કેલી ન પડે તેમજ લોકો પોતાના માદરે વતનમાં જઈ તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ રૂટ ઉપર એસ.ટી. બસની વધુ 500 ટ્રીપ દોડાવામાં આવશે. જેમાં કોરોનાની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને બસની કેપેસિટીથી માત્ર 75 ટકા જ પ્રવાસીઓને સ્ક્રિનિંગ સાથે જ બસમાં બેસવા દેવામાં આવશે.
એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે
કોરોના વાઈરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનમાં ટ્રેન અને બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જેમાં લોકોને પોતાના માદરે વતન જવા માટે હાઇવે પર દોડતી ટ્રકોનો સહારો લેવો પડતો હતો. જો કે, હાલ અનલોકમાં સરકાર દ્વારા સરકારી ટ્રાન્સપોર્ટ ટ્રેન અને બસને પ્રવાસીઓ માટે મહદઅંશે શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે હવે દિવાળીના સમયે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એસ.ટી. બસની વધુ ટ્રીપ દોડાવી પ્રવાસીઓને પોતાના વતન સુરક્ષિત પહોંચાડવા માટે ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.